ગુડ ફ્રાઇડે:ચરોતરના દેવાલયોમાં ઉમટેલા ભકતોએ ઉપવાસ સાથે પ્રાર્થના સભા યોજી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાવડાપુરા સહિત દેવાલાયોમાં ક્રુસ માર્ગની ભકિત સહિતના કાર્યક્રમ યોજાયા હતાં

ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે આણંદ જિલ્લાના તમામ દેવાલયોમાં ખ્રીસ્તી બીરાદરોયે ભેગા થઈ પ્રાર્થના અને ઉપવાસ કર્યા હતા. તથા સાંજે તમામ દેવાલયોમાં ઈસુની પીડામાં સહભાગી થવા મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા અને પ્રાર્થના કરી હતી.

આણંદ જિલ્લાના તમામ કેથોલિક દેવાલયોમાં શુક્રવાર સવારના 8 વાગે ભક્તોએ. ભેગા થઈ ક્રુસના માર્ગની ભક્તિ કરી હતી. કેટલાક દેવાલયોમાં ઈસુની પીડાનું જિવંત નાટક ભજવાયું હતું. પ્રોટેસ્ટન્ટ દેવાલયોમાં વહેલી સવારથી જ લોકોએ ઉપવાસ રાખી શુભ સંદેશનું વાંચન અને મનન કર્યું હતું. બંને પંથોના દેવાલયોમાં સાંજે 4 વાગ્યા પછી લોકો એકત્ર થયા હતા. જયાં ઈસુની પીડાનું વર્ણન કરી પુરોહીતોએ બોધ આપ્યો હતો અને ભક્તોને આસવમાં બોળેલો પ્રસાદ અપાયો હતો.

આજથી બે હજાર વર્ષ પહેલાં ભગવાન ઈસુને ક્રુસ ઉપર જડી દેવાયા હતા, જેના માનમાં આજના દિવસને ખ્રીસ્તી બીરાદરો પવિત્ર શુક્રવાર તરીકે ઉજવે છે. ફેબ્રુઆરીના મધ્ય ભાગથી ખ્રીસ્તી બીરાદરોના ઉપવાસનો પ્રાંભ થાય છે અને ગુડ ફ્રાઈડેના દિવસે છેલ્લો ઉપવાસ થાય છે. આજે ભગવાન ઈસુએ પોતાનું બલીદાન આપ્યું હોય આજે અને કાલે દેવળમાં ઘંટ વગાડવામાં આવશે નહી, તથા ખ્રીસ્ત યજ્ઞ પણ થશે નહીં. ગુરૂવારે થયેલા ખ્રીસ્ત યજ્ઞનો પ્રસાદ શુક્ર અને શનિવારે ભક્તોને આપવામાં આવે છે. શનિવારે રાત્રે 12 વાગ્યા પછી ફરી એક વખત દેવળમાં ઘંટ વાગતા શરૂ થઈ જશે અને રાબેતા મુજબ ખ્રીસ્ત યજ્ઞ પણ શરૂ થઈ જઆણંદ ખાતે આવેલા nitya sahayak માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે આજે સવારથી જ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

સવારના સમયે કૃષની ભક્તિ કરવામાં આવી હતી આ ભક્તિ દરમિયાન અલગ-અલગ 14 સ્થાનો એ પ્રભુ ઈસુ ની પીડા નું વર્ણન અને પ્રાર્થના કરવામાં આવી હતી શુક્રવાર સાંજે 4:00 પવિત્ર વિધિ અને કૃષ્ણનું વંદન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ જોડાયા હતા મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને પોતાના સંદેશમાં કૃષની ભક્તિ બાદ ઈસુના દુઃખ અને કૃષ ઉપરના પ્રભુ ઈસુના મૃત્યુ નો મર્મ સમજાવ્યો હતો.

આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા હતા તેથી આ દિવસને શુભ શુક્રવાર તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસ અતિ પવિત્ર સાથી પસાર કરવા બદલ અને અનન્ય ભક્તિ દાખવવા બદલ ફાધર જગદીશ એ સૌ ખ્રિસ્ત જનો નો આભાર માની પ્રભુ ઈસુ શીખવેલી અને સૂચવેલી આજ્ઞા પ્રમાણે જીવન જીવવા હાકલ કરી હતી પ્રભુ ઈસુ આજના દિવસે મૃત્યુ બાદ ત્રીજે દિવસે પુનઃ સજીવન થાય છે ત્યારે રવિવારે ઇસ્ટર સન્ડે મનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...