સેવાકિય કાર્ય:આણંદમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ઠેર-ઠેર ભાવિકોએ દાન પુણ્ય કર્યું

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણના પવિત્ર તહેવારે આણંદ જિલ્લામાં સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિરો ભક્તો અને શ્રદ્ધાળુઓથી ઉભરાયા હતા. આણંદના રોકડીયા હનુમાન મંદિર ઘુમ્મટમાં પંતગથી શણગાર કરવામાં આવ્યો હતો. પ્રભુના નિજ મંદિરમાં પણ નાની-મોટી પતંગના શણગાર થકી પ્રભુને ઉત્તરાયણની ભેટ ધરવામાં આવી હતી.

બીજી તરફ આ દિવસે ગાયને ઘૂઘરી અને ઘાસનું ખાસ દાન કરવામાં આવતું હોય મંદિર નજીક ઘાસના વેપારીઓનો મેળો જામ્યો હતો જ્યાં શ્રદ્ધાળુઓ ગાય માટે ઘાસ ખરીદી ખવરાવતા નજરે ચઢ્યા હતા. તો અન્ય ભાવિકો ગરીબોને અનાજ, તલ સાંકડી ગોળચીકી, ખીચડી સહિતની વસ્તુઓ દાન કરી ઉત્સવનો પુણ્યલાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...