તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લોકડાઉનમાં દેવગઢ બારીયાના આરોપીઓને ભગાડ્યા હતા, ASI સહિત ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા હતા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માસ્ટર માઇન્ડ કિશન ઉર્ફે કેશન સંગોડની પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે ચોંકાવનારી કબુલાત કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે લોકડાઉન દરમિયાન તેના ગામનો લસુ જે દેવગઢબારિયા જેલમાં હતો. તેની સાથે રામસિંગના ફોનથી વાત થઈ હતી. જેમાં લસુએ કિશને જણાવ્યું હતું કે, લોકડાઉનના લીધે કોર્ટમાં તારીખે જવાતું નથી. જેથી જેલમાંને જેલમાં લસુ ગબી તથા રાકેશ સહિતના લોકો કંટાળી ગયા છે. જેથી કિશને તમે બધા જેલની બેરેકનું તાળું તોડી બહાર આવી શકો તો હું અને રામસિંહ રસ્સી (દોરડું) લઈને તમને બહારથી મદદ કરી શકીએ તેમ જણાવી મદદ કરવાનું નક્કી કરી સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું. અને બીજા જ દિવસે આ કામ પતાવવા માટે વાત કરી હતી.

ગત વર્ષે 30મી એપ્રિલના રોજ કિશન તેમજ રામસિંગ બંને દોરડું ખરીદ્યું હતું. દોરડાને થોડા થોડા અંતરે ગાંઠો મારી કિશન જેલના વરંડાને અડીને કુંડીની દિવાલ થઈ જેલના કોટ ઉપર દોરડું લઈને ચડી ગયો હતો. અને એક છેડો જેલની અંદર નાંખી દોરડાને લોખંડની એંગલ સાથે બાંધી જેલમાંથી કુલ 13 જેટલા આરોપીઓને ભગાડી ગયો હતો. આ બનાવમાં એ.એસ.આઈ. છત્રસિંહ કાનસિંહ, પોલીસ કર્મી નટવરભાઈ શંકરભાઈ, શૈલેષભાઈ રમસુભાઈ અને કલ્પેશ જશવંતભાઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો