આણંદના આયોજન મંડળ દ્વારા જિલ્લાના વિકાસ માટે 2022-23ના વર્ષ માટે 8 તાલુકાઓમા જનસુવિધાઓના 897.07 લાખના 742 કામની મંજૂરી આપવામાં આવી છે. જે અતંર્ગત જિલ્લાના 8 તાલુકામાં 146.6 લાખના ખર્ચે બ્લોક પેવીંગ કરવામાં આવશે. જેમાં બોરસદ તાલુકામાં સૌથી વધુ 20.55 લાખ અને તારાપુર તાલુકામાં સૌથી ઓછું 15 લાખના ખર્ચે બ્લોક પેવીંગનું કામ હાથ ધરવામાં આવશે.
આણંદ જિલ્લાના વિકાસ માટે 2022-23ના વર્ષ માટે વિવિધ વિકાસના કામનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (ખાસ પ્લાન) જોગવાઇ હેઠળ 25 લાખના 14 કામો મંજૂર કરાયા હતા. જેમાં આઠ તાલુકા વચ્ચે 25 લાખ આપવામાં આવ્યા છે. જે અતંર્ગત ઉમરેઠમાં 2, બોરસદમાં 1, આંકલાવમાં 3, તારાપુરમાં 3 અને ખંભાતમાં 5 એમ કુલ 14 કામ મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 8 તાલુકામાં 146.6 લાખના ખર્ચે બ્લોક પેવીંગનું કામ હાથ ધરવામાં આવશે. જેમાં ગામની શેરી, ફળીયા,ચોક વગેરે જગ્યાએ બ્લોક નાખવામાં આવશે. ધુળીયા રસ્તાની જગ્યા પર બ્લોક નાખવાથી ગામડાઓ ડસ્ટ ફ્રી બનશે.
ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોને પ્રાધાન્ય અપાશે
આણંદ જિલ્લા પંચાયત દ્વારા સરકારી વિવિધ યોજના હેઠળ આરસીસી રોડ, ગટર, બ્લોક પેવિંગ, તળાવ ઉંડા કરવા સહિત કામો હાથધરવામાં આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારો બિસ્માર રસ્તાની કામગીરી હાથધરવામાં આવી છે. મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા કરવા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ સફાઇ કરવાની કામગીરી ચાલી રહી છે.જે ચોમાસ પહેલા પૂર્ણ કરવામાં આવશેઆ ઉપરાંત 424 સખીમંડળના જુથ માટે 4 કરોડ ઉપરાંતનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યા હતા. - હંસાબેન પરમાર ,પ્રમુખ,જિલ્લા પંચાયત આણંદ
15% વિવેકાધીન જોગવાઈ હેઠળ કેટલા ખર્ચે બ્લોક પેવીંગનું કામ કરાશે તેનુ સરવૈયું
તાલુકો | ખર્ચ |
આણંદ | 19.40 (લાખ) |
ઉમરેઠ | 15.13 (લાખ) |
બોરસદ | 20.55 (લાખ) |
આંકલાવ | 19.80 (લાખ) |
પેટલાદ | 18.20 (લાખ) |
સોજીત્રા | 19.45 (લાખ) |
ખંભાત | 18.93 (લાખ) |
તારાપુર | 15.00 (લાખ) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.