લોકાર્પણની તૈયારી:તારાપુર-બગોદરા માર્ગના લોકાર્પણમાટે મુખ્યમંત્રી કચેરીએથી વિગતો મંગાવાઇ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા તબક્કાની કામગીરી પૂર્ણઃ લોકાર્પણ બાદ ટોલટેક્સ ચૂકવવો પડશે

સૌરાષ્ટ્રને જોડતા વાસદ તારાપુર બગોદરા 6 લેનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગર મુખ્યમંત્રી કચેરી થી લોકાર્પણ માટે આણંદ વહીવટી તંત્રમાંથી માિહતી મંગાવવામાં આવી રહી છે. ટુંક સમયમાં વાસદ તારાપુર બગોદરા 6 લેન લોકાર્પણ કરવામાં આવે તેવી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં વાહનચાલકો પાસેથી ટોલ ટેકસ લેવામાં આવતો નથી.પરંતુ લોકાપર્ણ કર્યા બાદ વાહનચાલકોને ટોલ ટેકસ ભરવો પડશે.

વાસદથી તારાપુર વચ્ચે એક તબક્કામાં તૈયાર થયેલા 49 કિમીના 6 લેન માર્ગનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે એક વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. જયારે તારાપુર થી બગોદરા વચ્ચે 52 કિમીના 6 લેન માર્ગનું કામ પૂર્ણ થઇ ચુકયું છે. ત્યારે રાજય સરકાર દ્વારા બીજા તબકકાની કામગીરીનો રીપોર્ટ આણંદ જિલ્લા વહીવટી વિભાગ પાસે માંગવવામાં આવ્યો છે. ટુંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.વધુ આધાર ભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજય સરકારના મુખ્યમંત્રી કચેરી વાસદ -બગોદરા 6 લેન નું લોકાપર્ણ માટે આણંદ વહીવટી કચેરીમાંથી માહિતી મંગવવામાં આવી રહી છે.આથી વહીવટી તંત્ર દ્વારા લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...