તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ફાસ્ટટેગનો અમલ શરૂ છતાં આણંદ ડેપોની સાત બસો ફાસ્ટટેગથી વંચિત

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જુની લોકલ બસોને દોડાવવામાં આવતી હોઈ મુસાફરો હેરાન- પરેશાન

સરકાર દ્વારા જનતા પાસે વાહનોમાં ફરજીયાત ફાસ્ટટેંગ લગાવવાનો અમલ કર્યો છે. ત્યારે સરકારી વાહનોમાં નિયમોનું પાલન થતુ નહીં હોય તેમ આણંદ એસ.ટી.ડેપોમાં સાત જેટલી એસ.ટી બસોમાં ફાસ્ટટેગ લગાવવામાં આવ્યા નથી.જેના પગલે એસટી બસોનુ સંચાલન કરનારને અન્ય બસો દોડાવીને મુસાફરોની સુવિધાઓ પુરી પાડવાની ફરજ પડી રહી છે.

આણંદ એસ ટી ડેપો ધ્વારા 94 જેટલી બસો થકી જુદા જુદા જીલ્લાઓમાં રૂટો દોડાવવામાં આવી રહ્યા છે .ત્યારે સરકાર દ્વારા જનતા પાસે વાહનોમાં ફરજીયાત ફાસ્ટટેંગ લાગવાનો અમલ હોઈ ખુદ સરકારી વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન શાબિત થયુ છે કારણ એસટી બસોમાં ફાસ્ટટેગ સેન્ટ્રલ ઓફીસથી મંજુરી બાદ લગાવવામાં આવતા હોય છે. જો કે આણંદ એસટી ડેપોમાં હાલમાં 94 એસટી બસોમાં ફકત 87 બસોમાં ફાસ્ટટેંગ લગાવેલા છે.

જયારે સાત બસોમાં ફાસ્ટટેગ નહીં હોવાથી એસટી ડેપોના વર્કશોપનુ સંચાલન કરતા કર્મચારીઓ ધ્વારા ટોલ નાકા પરથી પસાર થાય નહીં તેવા રૂટો શોધી કાઢી એસટી બસો દોડાવવા માટે નુશખાઓ અપનાઈ રહ્યા છે.સોમનાથ રૂટ પર દોડતી નિયમિત એસટી બસને ફાસ્ટટેગ નહીં હોવાથી લોકલ બસને દોડાવવામાં આવતી હોઈ જુની બસોને લીધે મુસાફરો પરેશાન થતા હોવાની પણ બુમો ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો