ભાવમાં ઉછાળો:ભાવ ઘટવા છતાં સિંગતેલનો ડબ્બો રૂ. 2750, અન્ય તેલના ભાવો સ્થિર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇન્ડોનેશિયા આજે 23 મેથી પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ હટાવશે

છેલ્લા ત્રણ દિવસથી સીંગતેલ અને કપાસિયા તેલમાં સ્થિર વલણ હતું.ત્યારે સ્થિર વલણ વચ્ચે બજાર તૂટી હતી અને ભાવમાં ઘટાડો આવ્યો હતો. સીંગતેલ અને કપાસિયા તેલમાં રૂ. 30નો ઘટાડો આવ્યો હતો. ભાવ ઘટયા છતા સીંગતેલનો ડબ્બો રૂ. 2750ની સપાટી ઉપર રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ.2650નો થયો છે. અન્ય સાઈડ તેલમાં સ્થિર વલણ જોવા મળ્યું હતું. વેપારીઓના જણાવ્યાનુસાર સાઈડ તેલમાં તેજી હોવાને કારણે મુખ્ય તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

ઇન્ડોનેશિયા 23 મેથી પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ હટાવવા જઈ રહ્યું છે. જેને કારણે ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. ભાવમાં ઘટાડો આવતા સ્ટોકિસ્ટોએ પોતાની પાસે જે માલ સંગ્રહ કરીને રાખ્યો હતો તે વેચવા માટે કાઢયો છે. જેને કારણે બજારમાં માલ પૂરતા પ્રમાણમાં છે. સામે ડિમાન્ડ છે નહીં જો કે હજુ રૂ. 70 સુધીનો ભાવ ઘટે તેવી સંભાવના વેપારીઓએ વ્યકત કરી છ.

આણંદ સરદાર ગંજ તેલના વેપારી મેહુલભાઈ નથવાણીએ જણાવેલ કે ઇન્ડોનેશિયા રવિવારે પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ હટાવવા જઈ રહ્યું છે.તેથી બજારમાં જે ગભરાટ હતો તે હવે દૂર થયો છે.બીજી તરફ શનિવારે પામોલીનમાં રૂ. 10નો ઘટાડો આવતા તેલનો ડબ્બો રૂ.2500નો થયો હતો. સનફલાવર રૂ.2680, કોર્ન ઓઈલ રૂ.2440, વનસ્પતિ ઘી રૂ. 2650, કોપરેલ તેલ 2600 અને સરસવ તેલ રૂ. 2510 રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...