તંત્ર નિદ્રાંધિન:માર્ગ પર રખડતી ગાયો છતાંય પાલિકા ટીમો પકડયા વિના જ પસાર થઈ ગઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ પાલિકાએ છ મહીનાથી શહેરમા રખડતી ગાયો પકડવાની કામગીરી બંધ કરી દીધી છે.ત્યારે આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે ત્રિદિવસીય કાર્યક્રમને પગલે પાલિકાએ મુખ્યમંત્રીના સહિતના વીઆઇપીના જવાના રૂટ પર રખડતી ગાયો પાડવાનું શરૂ કર્યુ હતુ.પરંતુ ગોપી સિનેમા પાસે રખડતી ગાયો અડીંગો જમાવીને બેસી રહેલ હોવા છતાંય ટીમોએ ગાયો પાડવામા આવી ન હતી. આણંદ શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ દિનપ્રતિદિનમોથાના દુ:ખાવા રૂપ બની ગયો છે.પરંતુ આણંદ પાલિકા પાસે ઢોરપકડવા માટે ટીમમાં માણસો નથી.તો ઢોર ડબ્બાની વ્યવસ્થા નથી.

આણંદ કૃષિ પ્રિ વાઇબ્રન્ટ ત્રિ દિવસીય કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતના નેતાઓ આવવાના હોવાથી પાલિકાએ પૂર્વ કર્મચારી ઢોર પકડવા માટે બોલાવી હતી.ત્રણદિવસ સુધી રખડતાં પશુઓપકડવા માટે ટ્રેકટર લઇને ગોળગોળ ફર્યા હતા. રસ્તા પશુઓ રોડ પર બેઠા હોવા છતાં પાલિકાની ટીમે માત્ર ભગાડીને સંતોષ માન્યો હતો. જો પશુ પકડે તો મુકવા તે પ્રશ્ન હોય તેના કારણે નાટક કરીને સંતોષ માનવો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...