અકસ્માત:કારોના કાળમાં ટ્રેનો બંધ હોવા છતાં ચાલુ વર્ષે 34 લોકોએ જીવ ગુમાવ્યા

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રેલ્વે સ્ટેશન પર મુસાફરો આડેધડ રેલ્વે લાઈન ક્રોસ કરતા અકસ્માત થાય છે
  • ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી કે આપઘાત કરવાથી માનવમોત થયા હતા

કારોના કાળમાં રેલ્વે વ્યવહાર બંધ હોવા છતાંય આણંદ રેલ્વે પોલીસની હદ વિસ્તારમાં ચાલુ વર્ષે નવ માસમાં રેલ્વે અકસ્માતોમાં 34 લોકોએ જીવ ગુમાવી દીધાં છે. મૃતકો મોટાભાગે આણંદ રેલ્વે સ્ટેશને ફુટ ઓવરબ્રીજ બંધ હોવાથી, પડવાથી કે પછી આપઘાત કરીને અકાળે મોતને ભેટયાં છે. તદુપરાંત રેલવે ટ્રેક ઓળંગતી વેળા રાખવામાં આવતી બેદરકારીને અકસ્માતો માટે જવાબદાર ગણાવી શકાય તેમ છે. ગત વર્ષે કુલ 35 લોકોના મોત થયા હતા.

આણંદ રેલ્વે સ્ટેશનથી દિલ્હી, મુંબઈ સહિત દેશભરમાં અન્ય રાજ્યોને જોડતી મુખ્ય રેલવે લાઇન પસાર થાય છે ત્યારે કારોના કાળ દરમ્યાન દોઢ વર્ષથી મોટાભાગનનો રેલ્વે વ્યવહાર બંધ હતો. આ અંગે આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન પી.આઈ એમ.એસ.સોલંકીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે નવ માસમાં વાસદ થી બોરીયાવી અને આણંદ થી ડાકોર, ખંભાત રેલવેની હદ સુધીમાં કુલ 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગત વર્ષ દરમ્યાન કુલ 35 લોકો લોકો ટ્રેક ક્રોસ કરતી વેળા અડફેટે આવી જતા, જયારે કેટલાક લોકો ચાલુ ટ્રેને પડી જવાના કારણે તેમજ કેટલાક લોકો ટ્રેન સમક્ષ પડતું મૂકી જીવ ગુમાવ્યા છે.

જો કે રેલવે પોલીસ દ્વારા ટ્રેક ક્રોસ નહીં કરવા વારંવાર સુચનાઓ આપી દંડ વસુલવામાં પણ આવે છે. છતાંય પણ લોકો બેદરકારી દાખવતા હોય છે.રેલ્વે પોલીસ દ્વારા લોકોના મૃતદેહ તેના પરિવારજનો ઓળખીતાને સોંપી દેવામાં આવે છે. તો વળી ક્યારેક અજાણ્યો યુવક મરી જાય તો પોલીસ અંતિમ વીધી કરે છે.

અન્ય સમાચારો પણ છે...