તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારીને સલામ:પ્રેગ્નેટ હોવા છતાં સોજિત્રાના નર્સ અંજલીબેન પરમાર દર્દીઓની સારવારમાં સતત કાર્યરત રહે છે

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંજલીબેન પરમાર સોજિત્રા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવે છે
 • અંજલીબેન ગ્રામિણ વિસ્‍તારોમાં દર્દીઓની સારવાર સાથે રસીકરણની કામગીરીમાં પણ સેવા આપે છે

આણંદ જિલ્લામાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. દિન-પ્રતિદિન કોરના સંક્રમણ વધી રહ્યુ હોવાથી દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. આ સંક્રમણકાળમાં સરકારી સેવામાં કાર્યરત એવા પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ કેવા સંજોગોમાં પોતાની ફરજો અદા કરી દર્દીઓની સારવાર કરવા માટે પ્રાથમિકતા આપી રહ્યા છે તેના અનેક કિસ્‍સાઓ આપણને રોજે-રોજ વાંચવા અને સાંભળવા મળી રહ્યા છે. તેમાં આજે વધુ એક નામ સોજિત્રા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી અંજલીબેન પરમારનું ઉમેરાયું છે. પ્રેગ્નેટ હોવા છતાં અંજલીબેન પોતાની ફરજ પર હાજર થાય છે.

આણંદના ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર્સ સમાન મહિલા તબીબો-નર્સિગ સ્‍ટાફ અને પેરા-નોન પેરામેડીકલમાં ફરજો બજાવતી મહિલાઓ આજે પોતાના પતિ, બાળક અને ઘરનો પણ વિચાર કર્યા વગર પોતાની ફરજો અદા કરી રહી છે. જેના કારણે ઘણીવાર આ મહિલાઓ દિવસો સુધી પરિવારથી દૂર રહેતી હોય છે. સોજિત્રા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા અંજલીબેન પરમાર લોકપ્રશંસા પામી રહ્યા છે અને આરોગ્ય વિભાગમાં સહકર્મીઓ માટે આદર્શ સેવાર્થી સાબિત થઈ રહ્યા છે.

સોજીત્રા સામુહિક આરોગ્ય કેન્દ્રના નર્સ અંજલીબહેન પરમાર પ્રેગ્નેટ હોવા છતાં પણ જિલ્લામાં કોરોનાની વિકટ અને વિકરાળ બનતી પરિસ્થિતિ વચ્‍ચે પણ દર્દીઓની સારવાર કરવા માટે સતત અવિરત કાર્યરત છે. પછી ભલે ને તેમના ફાળે દિવસે ફરજ હોય કે રાત્રે ફરજ સોંપવામાં આવી હોય પણ સમયસર તે તેમની ફરજ પર હાજર થઇ જાય છે.

અંજલીબેન પરમાર હાલ કોરોના આ સંક્રમણ વચ્‍ચે જે સંજોગોમાં સેવા આપી રહ્યા છે તેને તોઓ પરમ કૃપાળુ પરમાત્‍માના આશીર્વાદ માને છે. તેઓ ગ્રામિણ વિસ્‍તારોમાં દર્દીઓની સેવાઓમાં કાર્યરત રહેવાની સાથે રસીકરણની પણ કામગીરી કરી રહ્યા છે. ત્‍યારે તેણીની આ સંવેદનશીલતા અને હિંમતની અને ફરજ નિષ્ઠાની ગ્રામજનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સરાહના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો