ઢાંકણીમાં પાણી:આણંદ શહેરમાં 105 ટકા વરસાદ પડવા છતાં 3 તળાવમાં શ્રીજીનું પૂર્ણ રીતે વિસર્જન કરી શકાય એટલું ય પાણી નહીં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોટેશ્વર તળાવ, ક્ષમતા -350 મિલિયન લીટર (હાલ પાણી - 105 મિ.લીટર) - Divya Bhaskar
લોટેશ્વર તળાવ, ક્ષમતા -350 મિલિયન લીટર (હાલ પાણી - 105 મિ.લીટર)
  • માત્ર 30 ટકા જળજથ્થો...

આણંદના લોટેશ્વર મંદિર પાસે આવેલા તળાવનો બ્યૂટીફીકેનના નામે દાટ વળાયો
આણંદ લોટેશ્વર મંદિર પાસે આવેલા તળાવને ભરવા માટે અગાઉ કાંસનું પાણી તળાવમાં લાવવાની વ્યવસ્થા હતી પરંતુ બ્યૂટીફીકેશનના નામે કાંસનું પાણી તળાવમાં ના જાય તે માટે ગેટ બંધ કરી દેવાયો છે પરિણામ સ્વરુપ 100 ટકા કરતા વધુ વરસાદ છતાં તળાવ લગભગ ખાલી સ્થિતિમાં છે.

મોટુ ગોયા તળાવ

ક્ષમતા-240 મિલિયન લીટર (હાલ પાણી - 72 મિ.લીટર)
ક્ષમતા-240 મિલિયન લીટર (હાલ પાણી - 72 મિ.લીટર)

નાનું ગોયા તળાવ

ક્ષમતા -175 મિલિયન લીટર (હાલ પાણી - 55 મિ.લીટર)
ક્ષમતા -175 મિલિયન લીટર (હાલ પાણી - 55 મિ.લીટર)
તાલુકાવાર વરસાદની ટકાવારી
આણંદ - 105 ટકા
સોજીત્રા - 86 ટકા
ઉમરેઠ - 72 ટકા
બોરસદ - 66 ટકા
ખંભાત - 97 ટકા
તારાપુર - 72 ટકા
પેટલાદ -74 ટકા
આંકલાવ - 61 ટકા

રાજ્યની સરેરાશ કરતા વધુ વરસાદ ખાબક્યો ગુજરાત રાજ્યના સરેરાશ વરસાદ કરતાં પણ આણંદ જિલ્લામાં 6 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 72.86 જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. બંને ગોયા તળાવમાં તળીયું તોડી નખાતું હોવાથી પાણી ટકતું નથી આણંદ શહેરના મોટા ગોયા તળાવમાં બ્યુટીફિકેશનના નામે છેલ્લા 10 વર્ષમાં ચાર વખત ખોદકામ કરતાં કાંપવાળુ તળીયુ તુટી જતાં પાણી રહેતું નથી તેમજ નાના ગોયા તળાવમાં અવાર નવાર ખોદકામ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...