તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBની કાર્યવાહી:આણંદ ખાતે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર 15 હજારની લાંચ લેતાં પકડાયા

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી અધિકારીની તસવીર - Divya Bhaskar
આરોપી અધિકારીની તસવીર
  • ઇજનેર વડોદરા રેહેતો હોવાથી પોલીસે તેના મકાનમાં તપાસ હાથ ધરી

આણંદના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના વર્ગના 2 નાયબ કાર્યપાલકેને 2019-20 અને 2021 વિકાસના કામોની ફાઇલ એપ્રુલ કરવા માટે રૂા 15 હજારની લાંચ માંગી હતી. આણંદ એ.સી.બી પોલીસમાં જાગૃત નાગરીક રજૂઆત કરતાં એ.સી.બીએ છટકુ ગોઠવીને નાયબ ઇજનેર રૂા 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. ત્યારબાદ નાયબ ઇજનેર વડોદરા રહેતા હોવાથી તેના મકાનની તલાસી લેવા માટે તેને લઇને વડોદરા પહોચી છે.

એક જાગૃત નાગરીક દ્વારા 14મા નાણાંપંચ અંતર્ગત 2019-20અને2020-21ના વિકાસલક્ષી કામો પોતાના ગામમાં કર્યા હતા. આ વીકાસ લક્ષી કામોની ફાઈલ એપૃવલ થવા શારૂ તેઓ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ આણંદના નાયબ કાર્યપાલક ઈજનેર જગદીશચંદ્ર ખાપાભાઈ પટેલને મળ્યા હતા તેમણે 2019-02ની ફાઈલ એપ્રૃવલ કરવા માટેરૂ.12હજારની લાંચની માગણી કરી હતી જે ફરિયાદીએ આપી ન હતી.

ત્યારબાદ ફરિયાદી 20-21વિકાસલક્ષી કામો પોતાના ગામમાં કર્યા હોય તે ફાઈલ પણ એપૃવલ કરાવવા નાયબકાર્યપાલ ઈજનેરને મળ્યા હતા. તેમણે પહેલી ફાઈલના રૂા.12 હજાર અને બીજી ફાઈલ રૂા.3 હજાર મળી કુલ રૂા.15 હજારની લાંચની માગણી કરી હતી.

ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એે.સી.બી. કચેરીનો સંપર્ક સાધ્યો હતો. જેથી આણંદ એ.સી.બી.ના પી.આઈ. સી.આર રાણાએ આજે છટકું ગોઠવ્યું હતું માર્ગ અને મકાન વિભાગની ઓફીસમાં જ ફરિયાદી લાંચના નાણાં રૂા 15 હજાર આપવા માટે ગયા હતા. જે નાયબકાર્યપાલક ઈજનેર જગદીશચંદ્ર પટેલે સ્વિકાર્યા હતા.તેની વિરૂધ્ધ લાંચ રૂસ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરીને નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો