તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મહિસાગર નદીના તટમાં રેતી ખનન અટકાવવા માંગ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જળચર પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાય છે

વાસદના દિનેશભાઇએ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ વાસદમાં મહિસાગર નદીના કિનારે લીઝ ધારકોને સરકારના નિયમોનુસાર રેતી ખનનની પરવાનગી આપે છે. જો કે લીઝનો સમય સવારના 6 થી સાંજના 6 સુધીનો હોવા છતાં લીઝ ધારકો મોડીરાત સુધી નદીના પટમાં રેતી કાઢીને બરોબાર વગર રોયલ્ટીએ પધરાવી દે છે.નદીમાં યાંત્રિક હોડીઓ ઉતારીને ગેરકાયદે રીતે મોટા ખાડા કરી દેવાયા છે. યાંત્રિક હોડીઓ દ્વારા રેતી કાઢાતા જળચર પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે.

વાસદ તેમજ ઉમરેઠ પંથકમાં ગેરકાયદે લીઝ દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને, પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યાની પણ રજૂઆત કરી છે. આ મામલે ઉચ્ચકક્ષાએથી સત્વરે તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો