તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પ્રવેશ પ્રક્રિયા માટે યુનિ.નું પોર્ટલ ખોલવાની માંગણી

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને ડિપાર્ટમેન્ટના નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ માટેનું પોર્ટલ પુન: ખોલવામાં આવે તેવી માંગ સરદાર પટેલ યુનિવર્સિટી એરિયા ટીચર્સ એસોસિયેશન (સ્પુટા) દ્વારા કરવામાં આવી છે.

સ્પુટા દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ઘણા વિદ્યાર્થીઓ માહિતીના અભાવને પગલે, ઈન્ટરનેટ નેટવર્કના પગલે તથા અંતરીયાળ વિસ્તારમાં રહેતા હોય અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા નહોતા. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પોર્ટલ ખોલવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...