ખંભાતને પીવાલાયક મીઠું પાણી મળી રહે તે માટેના પ્રોજેક્ટ મંજૂર કરવાની માંગ સાથે ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ અને ખંભાત નગર પાલિકાના પ્રમુખ કે. એચ. ગાંધીએ પાણી-પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને તાજેતરમાં પત્ર લખી રજૂઆત કરી છે. ત્યારે છેલ્લાં 21 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ ખંભાતની પ્રજાને મીઠું પાણી અપાવી શકાયું નથી.
વધુમાં સરકાર દ્વારા વર્ષ 2000માં કરવામાં આવેલા પરિપત્રનું પણ પાલન કરવામાં આવતું નથી, તે બાબતને આગળ ધરીને ખંભાત નગર પાલિકાના કોંગ્રેસના દંડક ઈફ્તેખાર યમ્નીએ પત્ર રજૂ કરી સોશ્યલ મીડિયામાં વાઈરલ કર્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2000માં પરિપત્ર જારી કરાયો હતો. જેમાં ખંભાતની અંદાજિત વસતી 1,29,243 ગણીને માથાદીઠ એકસો ચાળીસ લિટર પાણીની જરૂરીયાત ગણી વાર્ષિક 7.93 ઘનમીટર પાણીનો જથ્થો કનેવાલ તળાવમાંથી અનામત રાખવા જણાવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.