ચરોતરમાં પાનની માંગ 3 ગણી વધી:નાગરવેલના પાન ખાવાથી કોવિડ - ખાંસીમાંથી મુકિત મળતી હોવાથી દૈનિક 9 હજારની પાનની સામે અત્યારે 38 હજારથી વધુ પાનનું વેચાણ

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષો અગાઉ રાજા રજવાડાના સમય અને નવાબોના સમયમાં પાનની માંગ વધુ હતી. જો કે છેલ્લા બ દાયકાથી પાનની માંગ ઘટી ગઇ હતી. નાગરવેલનું પાન આયુર્વેદિક દ્રષ્ટિએ ગુણકારી હોવા ઉપરાંત ધાર્મિક વિધિમાં તથા દવાઓ બનાવવામાં વધુ ઉપયોગ થાય છે. ચરોતરના હોલસેના એક વેપારી આણંદથી બાલાસિનોર, મોડાસા, ખંભાત સુધીના પટ્ટામાં પાનની સપ્લાય કરે છે. તેને ત્યાં દોઢ વર્ષ અગાઉ કોરોના પહેલામાં દૈનિક માત્ર 3 થી 4 કરાંડિયા માલ આવતો હતો.

કોરોના સંક્રમણ ફેલાય બાદ આયુર્વેદિક ઉપચારમાં નાગરવેલ, બંગલા, કલકતી, બનારસી સહિતના પાનની માંગમાં ત્રણ ઘણો વધારો થયો છે. ચરોતરમાં અગાઉ દૈનિક 9 હજારની આસપાસ પાન વેચાતા હતા તે હાલમાં 38હજારથી વધુ પાન વેચાઇ રહ્યાં છે. હાલમાં છુટક પાનની માંગમાં પણ વધારો થયો છે. નાગરવેલ, બંગાલ, કલકતી પાનના માંગ છેલ્લા કેટલાય સમયથી ઘટી હતી. પરંતુ નાગરવેલ સહિત પાનના સવાર સાંજ ખાવાથી શરીર માટે ઔષધિ સમાન કામ કરતાં હોવાથી કોરોના બાદ તેની માંગ વધી છે.

નાગરવેલ સહિતના પાનમાં રહેલા તત્વો
પાનમાં વિટામીન સી, આચરનલ, ફાઇબરસ પોટેશિયમ, આયોડીનનું પ્રમાણ વધુ રહે છે. તેથી આયુર્વેદિક દવાઓમાં તેનો વધુ ઉપયોગ થાય છે.કોરોના સંક્રમણને અટકાવવા તેમજ કોરોના થયો હોય તો તેને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ કરે છે.

આ ઉપરાંત અલસર અને એસસીડીટી માટે પાન અક્સિર ઇલાજ છે. તેમજ ડાયબિટીસના દર્દીઓનું સુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. દૈનિક 10થી વધુ પાન ગરમ પાણીમાં નાખીને ઉકાળ્યા બાદ તે પાણી પીવાથી કેન્સર સહિતની બિમારીમાં લાભ થાય છે.કેન્સરને નાબુદ કરે છે. માથું દુઃખતું હોય તો તે જગ્યાએ પાનનો લેપ કરવાથી રાહત મળે છે.> શશીકાંત ભાઈ વૈદ્ય, ઉમરેઠ.

અન્ય સમાચારો પણ છે...