આણંદ જિલ્લાના ખંભોળજ ગામના ખેડૂતોએ ભરવાડોના ત્રાસના વિરુદ્ધમાં રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજુઆત કરી હતી અને ખેડૂતોને હેરાન કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. ખંભોળજમાં છેલ્લા કેટલાંક સમયથી ભરવાડ સમાજ દ્વારા ખોટી રીતે હેરાન કરીને ખેતરના ઉભા પાકને નુકશાન કરાતાં રોષ વ્યકત કર્યો હતો.
ખેતરમાં એકલ દોકલ ખેડૂત હોય તો તેની સાથે ઝગડો કરીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. તો વળી કયારેક પોતાનાની ગાય પર જાતે એસીડ રેડીને ખેડૂત સામે પોલીસ સ્ટેશન ખોટી ફરિયાદ નોંધાવીને હેરાન પરેશાન કરે છે. જે ખંભોળજ ગામના સંજય, ભલાભાઇ સહિત મોટીસંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. ત્યાંથી બાઇક રેલી કાઢીને કલેકટર કચેરી આણંદ ખાતે આવ્યા હતા.
કલેકટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, માલધારી સમાજ પોતાની રીતે સક્ષમ છે. તેઓની પાસે જમીન, મકાન સહિત માલમિલકત મોટાપ્રમાણ હોય છે. તેમ છતાં તેમને માલધારી વિચરતી જાતિમાં સમાવેશ કર્યો હોવાથી તેનો ઘેર લાભ ઉઠાવીને ખેડૂતો હેરાન કરી રહ્યાં છે. ત્યારે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપીને માથાભારે ભરવાડો સામે નક્કર કાર્યવાહી કરીને જુલ્મ ગુજાનાર સામે પગલાં લેવાની માંગ કરી છે. તેમ છતાં પ્રશ્ન હલ નહીં થાય તો આગામી 25મી એપ્રિલથી ખેડૂતો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.