રજૂઆત:જીટોડિયા- ચાવડાપુરા રોડ પરના દબાણો દૂર કરવા માગ

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં રજૂઆત

આણંદ જીટોડિયા રોડથી ચાવડાપુરા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ તરફ જવાના માર્ગો પર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે વાહનચાલકો સહિત સ્થાનિક વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બનવું પડે છે. આથી જીટોડિયા રોડ થી ચાવડાપુરા માર્ગને પહોળો બનાવવા રહીશોએ જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ કરીને વહેલી તકે કાર્યવાહી હાથ ધરવાની માંગ ઉચ્ચારી હતી.

જીટોડિયા રોડ પરના સ્થાનિક વિસ્તારના રહીશ પ્રકાશકુમાર શાહે જણાવ્યું હતું કે, જીટોડિયા રોડ થી ચાવડાપુરા રોડ પરના દબાણો દૂર કરવા માટે રહીશો દ્વારા અવકુંડા વિભાગ સહિત તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. 2021માં વિકાસ યોજના હેઠળ ડીપી રોડ ખુલ્લો કરવા માટે મંજૂરી મળી હતી.

આ અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાઇ હતી. પરંતુ તેમાં કોઇ સમય મર્યાદા નક્કી ન હોઇ કામ હાથ ધરવામાં ઢીલી નીતિ અપનાવી રહ્યાં છે. જેના કારણે સ્થાનિક રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે બાબતે રોડ પરથી દબાણો દૂર કરીને રોડ પહોળો કરવા માટે રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી. જેથી જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...