તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:વડતાલ સંપ્રદાયને બચાવવા લંપટ સંતોને દૂર કરવા માગ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડતાલ લક્ષ્મીનારાયણ દેવ મંદિર ડંકો દેશવિદેશ વાગે છે. ત્યારે હાલમાં કેટલાંક લંપટ સાધુસમતોને કારણે સંપ્રદાયને લાંછન લાગી રહ્યું છે.ત્યારે તકસાધુ સંતોને સંપ્રદાયમાંથી હટાવવાની માંગવિવિધ પ્રદેશમાં ઉઠી છે.પાખડી અને લોભી સંતોને કેમ બચાવી રહ્યાં છે.તે પ્રશ્ન હરિભકતોમાં ઉઠ્યો છે. ખરેખર સ્વામિનારાયમ ભગવાન વિશે ખોટા નિવેદન કરનાર સામે કાર્યવાહી કરીને દૂર કરવાની માંગ વડતાલ ગામના યુવા અગ્રણી મિતુલ પટેલે સત્સંગ સમાજ વતી કરી છે. જેનો વિડિયો વાયરલ થયો છે. ઘનશ્યામપ્રકાશ કંડારીની પાપલીલાનો પર્દાફાશ વેદાંત વલ્લભદાસ સ્વામીએ કર્યા બાદ સમસ્ત સત્સંગ સમાજ અને સમસ્ત વડતાલ ગામના નાગરિકોમાં ખુબ જ રોષ છે અને જે બાબતે વડતાલ ગામના સ્થાનિક યુવા અગ્રણી મિતુલભાઈ પટેલે 2 દિવસ પહેલા પૂજ્ય નિત્યસ્વરૂપદાસ સ્વામી અને પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીને એમનો અભિપ્રાય જણાવવા વિનંતી કરી હતી પણ હજી સુધી એમનો કોઈ અભિપ્રાય આવેલ નથી જે અનુસંધાને આજ રોજ પુનઃ મિતુલભાઈ પટેલ દ્વારા સંપ્રદાયના 5 આગેવાન સંતો જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ, બાપુસ્વામી ધંધુકા, નીલકંઠચરણદાસજી સ્વામી કલાકુંજ મંદિર સુરત, નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધાર,રામકૃષ્ણ સ્વામી ધોલેરા નાઓને આવા લંપટ ઘનશ્યામપ્રકાશ કંડારીને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી કરતો વિડિયો વાયરલ થયો છે. સંપ્રદાયને બચાવવા માટે સત્સંગસમાજમાં હાલ નવાજૂના પક્ષનાવાડામાંથી બહાર આવવા માટે હાકલ ચાલી રહી છે. સત્સંગ સમાજે આગામી ચૂંટણીમાં ઝપલાવવાની તૈયારીઓ પણ આરંભી દીધી છે. મીતુલ પટેલના વાયરલ થયેલા વિડિયોએ ચર્ચા જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...