તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા યોજવાની માંગ સાથે બુધવારે વિદ્યાર્થીઓએ કુલપતિના પુતળાનું દહન કર્યું હતું. જેમાં વિદ્યાનગર પોલીસે આઠ જેટલા લોકોની ધરપકડ કરી હતી. રસપ્રદ બાબત તો એ છે કે, કોરોના સંક્રમણના ભયથી ઓનલાઈન પરીક્ષા યોજવાની માંગ કરી રહેલા કેટલાંક વિદ્યાર્થીઓ જ માસ્ક વિના જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવતું નથી. જેને લઈને પણ વિવાદ સર્જાયો છે.
વિદ્યાનગર પોલીસ દ્વારા સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત, ધાર્મિક રીતેશ માતકીયા, ચેતના ઈશ્વર રોય, કલ્પેશ રમેશ ઝાલા, યુવરાજ ભવનસિંહ પરમાર, કરણસિંહ ગણપતસિંહ ડાભી, કશ્યપ કામતીભાઈ કઢાણીયા અને મહેન્દ્રસિંહ રણજીતસિંહ ટાંકની અટકાયત કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી હતી.
સમગ્ર મામલે વાઈસ ચાન્સેલર દ્વારા પરીક્ષા ઓફલાઈન જ યોજાશે તેમ જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, તેમના નિર્ણયમાં કોઈ ફેરબદલ કરાશે નહીં. એમ.એસ.સી. કેમેસ્ટ્રીના સેકન્ડ સેમિસ્ટરની ઓનલાઈન પરીક્ષા યોજાઈ તેમાં 83 ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું હતું. સામાન્ય રીતે ઓફલાઈન પરીક્ષામાં પરિણામ વીસ ટકાની આસપાસ જ હોય છે. ઓનલાઈન પરીક્ષામાં ઘણા સુધારા કરવા પડે એમ છે. પરંતુ વિદ્યાર્થીઓ પણ સારૂં પરિણામ આવતું હોય તો ઓનલાઈન પરીક્ષા કેમ ન ગમે એવો કટાક્ષ કર્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.