રજૂઆત:આણંદ વાસ્મો કચેરીમાં 18 ગામોમાં હયાત પાણીની સુવિધામાં સુધારો કરવાની માગ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 પંચાયતોની પાણીની ઊંચી ટાંકી બનાવવા અને 8 પંચાયતોની નવી લાઇનની માગણી

ઉનાળાની કાળઝાળ ગરમીના પગલે હાલમાં પાયા જરૂરિયાત સમા પાણીની બૂમો કેટલાંક ગામો ઉઠવા પામી છે.વર્તમાન સમયમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ઘેર બેઠા નળમાંથી પાણી પહોંચાડવા સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સિસ્ટમમાં પણ સુધારો કરવો જરૂરી હોઈ ગ્રામ પંચાયત દ્વારા વાસ્મોમાં રજૂઆત કરવામાં આવે છે.

આણંદ જિલ્લા વાસ્મો કચેરીમાં 18 પંચાયતોએ હયાત પાણીની ટાંકી કરતા ઊંચી ટાંકી બનાવવા તેમજ નવી પાઈપ લાઈન નાખવાની આ કામગીરીનો અંદાજિત ખર્ચ 527 લાખ આવી શકે તેમ છે. વાસ્મો કચેરીને બોરસદ તાલુકાની 5, સોજીત્રા 1, આણંદ 2, ખંભાત3, તારાપુર, પેટલાદ 3 તથા ઉમરેઠ તાલુકાનું 1ગામ મળીને કુલ 10 ગામો પીવાના પાણીની ટાંકી માટે તથા 8 ગામોમાં નવીન પાઇપ લાઇન માટે રજૂઆત મળી છે.

જેમાં સિંહોલ, અગાસ, સંદેશર, બેડવા, ખાનપુર, સારોલ તથા વલ્લી ગામમાં ઊંચી ટાંકી બનાવવાની તેમજ બોરસદ તાલુકાના સીસ્વામાં અને સોજીત્રા તાલુકાના દેવાતજમાં નવીન પાઈપ લાઈન નાખવાની માંગણી કરવામાં આવી છે.​​​​​​​ તદ્દઉપરાંત હાડગુડ, ભાદરણ, ખડા, ઈન્દ્રણજ, વલ્લી, મોતીપુરા, વડગામ, ખડોધી, કઠાણા તથા બાજીપુરામાં નવીન પાઈપ લાઈન સાથે ઊંચી ટાંકી બનાવવાની માંગણી થઈ છે.

10% લોક ફાળાની રકમ ભર્યા બાદ કામ થશે
આણંદ જિલ્લા વાસ્મો કચેરીના વિરલભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાની અઢાર ગ્રામ પંચાયતોએ હયાત પીવાની પાણીની સુવિધામાં વધારો કરવાની માંગણી કરી છે. પરંતુ કામની અંદાજિત રકમની 10 ટકા લોકફાળાની રકમ ગ્રામ પંચાયત જમા કરાવે ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...