ધારાસભ્યોને રજૂઆત:આણંદ જિલ્લા 8 તાલુકામાં શિક્ષકો સંઘ દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માગ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટલાદ - Divya Bhaskar
પેટલાદ
  • આણંદ જિલ્લામાં દરેક તાલુકાના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ સાથે ધારાસભ્યોને રજૂઆત કરી

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના માર્ગદર્શન હેઠળ આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, આણંદ જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, આણંદ નગરપાલિકા શિક્ષક સંઘ, આણંદ તાલુકા નોપ્રૂફ ટીમ અને અન્ય મંડળોએ એકત્રિત થઇ નવી પેન્શન યોજના બંધ કરી, જૂની પેન્શન યોજના પુનઃ શરુ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર આપવા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉમરેઠ
ઉમરેઠ

બંધારણીય અધિકાર દિન નિમિત્તે આ કાર્યક્રમની શરૂઆતમાં સવારે લોટીયા ભાગોળ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ શ્રદ્ધા સુમન કરી અને પેન્શન અધિકારનું સંકલ્પ પત્રના વાંચન કરી સૌએ સંકલ્પ લીધા હતા. આણંદ તાલુકાના અંદાજે 750 કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે બાઈક અને કાર રેલી સ્વરૂપે લોટીયા ભાગોળથી ટાઉન હોલ, વિદ્યાનગર રોડથી ભાઈકાકા સ્ટેચ્યુ, ત્યાંથી જનતા ચોકડી, અમીન ઓટો, ઉમાભવન થઇ બાયપાસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સીટી પોઇન્ટ હોટલ થઇ આણંદ તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આણંદ
આણંદ

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો, મહિલા કર્મચારીઓ, નિવૃત શિક્ષકો તથા બી.આર.સી., સી.આર.સી. કૉ.ઓર્ડીનેટર જોડાયા હતાં. આંકલાવ તાલુકના શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓએ ધારાસભ્ય અમિતભાઈ ચાવડા ની ઉપસ્થિત તમામ સંયુક્ત કર્મચારી મંડળે જૂની પેન્શન યોજના અમલીકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન આંકલાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર અને NOPRUF ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આંકલાવ
આંકલાવ

પેટલાદ મતવિસ્તારના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું અને જૂની પેન્શન યોજના લાગુ કરવા ધારદાર રજૂઆત કરી હતી. પેટલાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રિતેશભાઈ પટેલના નેજા હેઠળ સયુંકત મોરચા દ્રારા આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...