રજૂઆત:ATKT આવી હોય તેવા છાત્રોની પરીક્ષા લેવા માંગ, ABVP દ્વારા VCને આવેદન અપાયું

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમની એટીકેટી આવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની માંગ સાથે શુક્રવારે વિદ્યાર્થી પાંખ એબીવીપીએ આવેદન આપ્યું હતું. વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્નાતક વિષયમાં અભ્યાસ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અને પહેલા સેમિસ્ટરમાં માત્ર એક કે બે વિષય માં એટીકેટી આવી હોય તેવા વિદ્યાર્થીઓ માટે ત્વરિત પુનઃ પરીક્ષા યોજવી જોઈએ. જેથી અનુસ્નાતક વિષયમાં વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી શકે. વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે. માંગ આગામી બે દિવસમાં સંતોષવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...