રજૂઆત:આણંદમાં આઉટસોર્સના કર્મીઓને પગાર, બોનસ દિવાળી વહેલા ચુકવવા માંગ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સના કર્મચારીઓનો પગાર, બોનસ, લીવ ઓન કેસ, યુનિફોર્મ, આઈકાર્ડના નાણા દિવાળી પહેલા ચુકવવા ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ માગણી કરવામાં આવી છે. ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્ર પર આઉટસોર્સ મેન પાવર દ્વારા એજન્સીઓ મારફતે વર્ગ 3 અને 4ના કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યાં છે. પરંતુ સમયસર પગાર ન થતાં આ કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મહત્વનું છે કે, આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ગરીબ કર્મચારીની પગારની સમસ્યાનું નિરાકરણ લાવવા પરિપત્ર દ્વારા પગાર બાબતે અગ્રતાકર્મ નક્કી કરી વર્ગ 3 અને 4ના આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર થઇ ગયા હોવાના પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વર્ગ 2 અને 1નો પગાર આકારવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં મોટા બાગના જિલ્લાઓમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકએ વર્ગ 3 અને 4ના આઉટસોર્સ કર્મચારીઓનો પગાર થઇ ગયો છે. એવા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય પોતાના પગાર આકાર લીધા છે. પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર હજુ પણ સમયસર થતાં નથી.

આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં પગાર ન થવાથી આઉટસોર્સ કર્મચારીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવામાં સમસ્યા નડે એવી પુરી સંભાવના છે. આ વખતે દિવાળી 4થી નવેમ્બર,21ના રોજ છે. આથી, આઉટસોર્સ કર્મચારીનો પગાર દર મહિનાની 15 તારીખ બાદ થતો હોવાથી દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉલ્લાસભેર ઉજવી શકે તે માટે વર્ગ 3 અને 4ના તમામ આઉટસોર્સ કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર સહિત એક વર્ષના બોનસ, લીવ કેસ અને યુનિફોર્મ - આઈકોર્ટના નાણા સરકારના 14મી ઓક્ટોબર,2021ના આદેશ મુજબ 25મી ઓક્ટોબર,21 પહેલા કર્મચારીઓને ચુકવી દેવા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...