રજૂઆત:આરોગ્ય કર્મીઅોની વિવિધ 11 માંગણીઓનો નિકાલ કરવા માંગ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓને મોંધવારી ભથ્થાનો 5 ટકા તફાવત ચૂકવવા અને ઉચ્ચતર પગાર ધોરણ આપવા, કર્મચારીઓને પગાર અંગે રસીદ આપવા સહિતની 11 માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ પ્રશ્ન ઠેરનો ઠેર છે. જેથી ક્ષત્રિય આરોગ્ય કર્મચારી સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.

ક્ષત્રિય આરોગ્ય કર્મચારી સંઘર્ષ સમિતિના આણંદના પ્રમુખ જીતેન્દ્રભાઇ વાળંદે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી 11 માંગણી અંગે રજૂઆત કરીને થાકી ગયા છે. જેમાં 2019માં જાહેર થયેલું 5 ટકા મોંધવારી ભથ્થુ ચુકવવા, મોંધવારી તફાવતની રકમ ચુકવવા, પુરા પગારના કર્મચારીઓને બેંક ખાતા ખોલવા, છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ ભથ્થા ચુકવવા, કર્મચારીઓના દર માસે પગાર અંગેની રસીદ આપવા કે સ્લીપ આપવા, તહેવાર આવી રહ્યાં છે ત્યારે જાહેર રજાઅોમાં કામ પર નહીં બોલાવવા, બઢતીની ખોરંભે પડેલી કામગીરી પુનઃ શરૂ કરવા સહિતની માંગણી ઘણા સમયથી અટવાઇ ગઇ છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની માંગ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેનને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...