તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોનામાં મૃત્યુ પામેલા દૂધ મંડળીના 25 કર્મચારીઓને સહાય આપવા માંગ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંડળીના તમામ કર્મચારીઓને વીમા કવચ આપવા સંગઠનની રજૂઆત

ચરોતર શ્વેતક્રાંતિનું હબ ગણાય છે. આણંદ,ખેડા અને મહિસાગર જિલ્લામાં 1200થી વધુ દૂધ મંડલી આવેલી છે. કોરોના કપરાકાળમાં દૂધ મંડળી સતત ધમધમતી હતી. તેઓ ખરેખર કોરોના વોરિર્યસ તરીકે કામગીરી કરી છે. જેના કારણે 25થી વધુ દૂધ મંડળીના કર્મચારીઓના કોરોનામાં મોત થયા છે. ત્યારે તેઓને કોરોના વોરીયર્સ તરીકે જાહેર કરવાની સાથે તેમના પરિવારના જીવન નિર્વાહ માટે તંત્ર દ્વારા આર્થિક સહાય જાહેર કરાય તે માટે માંગ કરી છે.

કોરોના વાયરસ 2020માં કોરોના મહામારી દરમિયાન સવાર સાંજ દૂધ મંડળી ચાલું રહેતી હતી.દરરોજ મોટીસંખ્યામાં સભાસદો દૂધ ભરવા માટે આવતાં હતા. તેના કારણે સંક્રમણ ફેલવવાની સંભાવના વધુ હતું તેમ છતાં દૂધ મંડળીના કર્મચારીઓ રાતદિવસ કામ કરતાં જોવા મળ્યા હતા. કપરા સંજોગોમાં પણ સમગ્ર દેશમાં દૂધ પહોંચાડવાની પાયાની કામગીરી કરી છે. તેઓની કામગીરી બિરદાવા લાયક છે.

આણંદ,ખેડા અને મહિસાગર જિલ્લાની 1200થી વધુ દૂધ મંડળીના કાર્યરત છે. જેમાં કોરોના કાળ દરમિયાન 25 જેટલા કર્મચારીઓ સંક્રમણનો ભોગ બનતાં મૃત્યુ પામ્યા છે. દૂધ મંડળીના 12 સેક્રેટરી, 4 દૂધ ભરનાર, 5 કલાર્ક, 2 ટેસ્ટર અને 1 કોમ્પ્યુટર ઓપરેટરનો સમાવેશ થાય છે.સહકારી મંડળી ધર્માફંડમાંથી રાજય સરકારે સેવાના કાર્યમાં નાંણ વાપરવાની છુંટ આપી છે. ત્યારે મંડળી દ્વારા કોરોના કાળમાં મરી ગયેલા કર્મચારીઓને સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...