રજૂઆત:આણંદમાં કાયમી ભરતીમાં 11 માસના કરારથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સને 25 ગ્રેસ માર્ક્સ આપવા માંગ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઉટ સોર્સિંસ અને કોન્ટ્રાક્ટરના કોરોના વોરિયર્સને માર્ક્સ આપવા અંગે કલેક્ટરને રજૂઆત

રાજ્ય સરકાર દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં અગિયાર માસ કરારથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સને 25 ગ્રેસ માર્ક્સ આપવાની માંગ ઉઠી છે. આ અંગે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આણંદ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતું કે, લાંબા સમયથી ભરતી ન થવાથી હેલ્થ વર્કરની ખાલી જગ્યાઓ ઉપર નજીવા વેતનમાં આઉટ સોર્સિંસ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. એમાંય છેલ્લા બે વર્ષથી કોરોનાના વાયરસે કહેર વર્તાવ્યો છે, એવા સમયમાં આ કર્મચારીઓએ કોરોના સંક્રમિત થવાના ભય વચ્ચે પોતાના જીવને જોખમમાં મુકી ઘરે ઘરે સર્વે કરી શંકાસ્પદ કેસ શોધ્યા છે, ટેસ્ટ કર્યા છે, જોખમી વિસ્તારમાં જઇને કોરોના પોઝિટિવ દર્દીને ક્વોરન્ટાઇન કર્યા છે.

વેક્સિનેશનની સો ટકા કામગીરી કરી રાજ્યને કોરોના મુક્ત કર્યું છે, પરંતુ ભરતી પ્રક્રિયા બાદ પાંચ હજાર જેટલા આઉટ સોર્સિસ અને કોન્ટ્રાક્ટના કોરોના વોરિયર્સને નોકરીમાંથી રાતોરાત છુટા કરી દેવામાં આવશે. વર્ષોથી આઉટસોર્સ એજન્સીઓ વચેટિયાઓના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી કહેવાતી સંવેદનશીલ સરકાર આ બાબતે વિચારતી પણ નથી ત્યારે કોરોના વોરિયર્સમાં હતાશા ઉભી ન થાય તે માટે કાયમી ભરતીની પરીક્ષામાં 25 ટકા ગ્રેસ માર્ક્સ આપી સન્માનિત કરવાની માગણી કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...