તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદેશ જવાની ગાંડી ઘેલછામાં ખોટા વચેટિયાઓ સાથે ભટકાઈ જતા આવા લેભાગુ તત્વો વ્યક્તિની જીવનભરી મૂડી લૂંટી લે છે. નડિયાદના વડતાલમાં ભંગારનો ધંધો કરતા અને આણંદમાં ગાડીઓની દલાલી કરતા બે ઈસમોએ દિલ્હીના બનાવટી વિઝા કન્સલ્ટ સાથે જોડાઈ લાખો કમાવવા આણંદના બાકરોલ ગામે બાકરોલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં ઓફિસ શરૂ કરી હતી. આ લોકો સાથે દિલ્હીના બે એજન્ટોએ અમેરિકા અને કેનેડા મોકલવાના બહાને 1,7,94,000ની છેતરપિંડી કરી હોવાની વિગતોએ ચકચાર જગાવી છે. કમિશન કન્સલ્ટ બની ધંધો ચાલુ કર્યો હતો. વિદેશ જવા ઈંચ્છુક વ્યક્તિઓને વિદેશ મોકલવવાની યોજનામાં લૂંટાયા હતા અને પોલીસના શરણે ફરિયાદ લઈ પહોંચ્યા હોવાનો બનાવ વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડતાલ ગામે બસ સ્ટેન્ડ સામે સ્ક્રેપનો ધંધો કરતા અને બાકરોલ સ્ક્વેરમાં ત્રીજા માળે વિદેશ મોકલવા માટે કમિશન એજન્ટ તરીકે કામ કરતા ઈશ્વર માંગીલાલ પ્રજાપતિ આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં રહેતા મહમંદસલીમ શેખ સાથે 15 વર્ષ જૂની મિત્રતા છે. આજથી બે વર્ષ પુર્વે ઈશ્વર પ્રજાપતિ પોતાના મિત્ર મહમંદફરીદ સાથે દિલ્હી ખાતે પહાડગંજ વિસ્તારમાં ગયા હતા. ત્યાં હોટલમાં મહમંદઆફાક ઉર્ફે અસ્ફાક મહમંદનીજામ અને સુમન ઉર્ફે સુનિલ શિવકુમાર કેજરીવાલ સાથે સંપર્ક થયો હતો.
આ બંને ઈસમોએ પોતે વિઝા એજન્ટ તરીકે કામ કરી અમેરિકા તથા કેનેડાની એમ્બેસીમાં મોટા અધિકારીઓ સાથે ઈમિગ્રેશન અંગે સેટિંગ હોવાની વાત કહી હતી. એક માસમાં અમે અમેરિકા કે કેનેડા મોકલી આપીએ છીએની ડંફાશો હાંકી હતી. વળી મુસાફર અમેરિકા કે કેનેડા પહોંચી જાય પછી જ પેમેન્ટ આપવાનું છે તેવી પણ વાત કહી હતી. જે બાબતે ધંધાકીય વિશ્વાસમાં આવતા ફરિયાદીએ અને તે બંને ઈસમોએ એકબીજાના મોબાઈલ નંબરોની આપ-લે કરી હતી. ત્યારબાદ મહમંદઆફાક ઉર્ફે અસ્ફાક અને સુમન ઉર્ફે સુનિલ સાથે વાતચીત થતાં તેઓએ અમેરિકા કે કેનેડા મોકલવાના વ્યક્તિ દીઠ 40 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ કીંખલોડ ગામના ભાવીનકુમાર સુભાષભા પટેલ અને અર્પિતકુમાર જગદીશ પટેલને કેનેડા જવું હોય ફરિયાદી ઈશ્વર પ્રજાપતિએ આ અંગે મહમંદઆફાક ઉર્ફે અસ્ફાક સાથે વાત કરતા તેઓએ ગ્રાહકને અમદાવાદથી જયપુર મોકલી આપવાનું જણાવ્યુ હતું. જેથી ભાવીન અને અર્પિત જયપુર પહોંચ્યા હતા જ્યાંથી પાંચ દિવસ પછી બેંગ્લોરથી કેનેડા જશે તેમ જણાવ્યુ હતું.
મહત્વનું છે કે 18-11-2020 ના રોજ મહમંદઅસ્ફાકે ફોન કરીને જણાવ્યું હતું કે, ભાવિન તથા અર્પિત કેનેડા એરપોર્ટ પહોંચી ગયા છે અને કેનેડાના મોબાઈલ નંબરથી આ બંનેએ કેનેડા પહોંચી જવાની વાતચીત કરી હતી. જેથી ફરિયાદીએ મહમંદઅસ્ફાકે મોકલેલા એકાઉન્ટ નંબરમાં પૈસા જમા કરાવ્યા હતા. જે બાદ અન્ય ત્રણ વ્યક્તિને પણ અમેરિકા મોકલવા માટે અન્ય નાણાં સુમન ઉર્ફે સુનિલને આપ્યા હતા. અને તેઓને બેંગ્લોરથી અમેરિકા મોકલવા માટે નિલય નિલેશ પટેલ, લવકુમાર તુલસીકુમાર પટેલ અને જયકુમાર કનુ પટેલને અમેરિકાની ફ્લાઈટમાં બેસાડી દીધા છે તેમ સુમનભાઈ ઉર્ફે સુનિલે ફોન કરીને ઈશ્વર પ્રજાપતિને જાણ કરી હતી. તારીખ 5-11-2020ના રોજ ત્રણેય જણાએ અમેરિકાના મોબાઈલ નંબરથી તેઓ ન્યુર્યોક પહોંચી ગયા છે. તેવી વાત જણાવી સુમને બાકીના પૈસાની માંગણી કરતા ઈશ્વરે કહ્યું હતું કે હજુ ત્રણેય વ્યક્તિઓ એરપોર્ટ પર જ છે.
જે બાબતે કામ પત્યા પછી જ પૈસા આપવાની વાત થયેલી છે પરંતુ સુમન ઉર્ફે સુનિલે કહ્યું હતું કે, આગળની વ્યક્તિને પૈસા મોકલવા પડશે તો જ આગળનું કામ થશે અને પૈસા નહી આપશો તો ત્રણેય વ્યક્તિને છોડશે નહીં તેમ જણાવતા ઈશ્વર પ્રજાપતિ બાકીના નાણાં પણ આપવા મજબુર થયા હતા. ત્યારબાદ સુમને કલકત્તા ખાતે ઈશ્વરના કોરા કાગળમાં સહીઓ કરાવી હતી. પરંતુ ત્યારબાદ સુમન ઉર્ફે સુનિલનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આમ બે વ્યક્તિઓને કેનેડા અને ત્રણ વ્યક્તિઓને અમેરિકા મોકલવાના બહાને મહમંદઆફાક ઉર્ફે અસ્ફાક અને સુમન ઉર્ફે સુનિલે 1,7,94,000 ની રકમ મેળવી અમેરિકા કે કેનેડા નહી મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જણાતા ઈશ્વરે સુમન ઉર્ફે સુનિલ અને મહમંદઆફાક ઉર્ફે અસ્ફાક પાસે પૈસા પરત આપવાની માંગ કરતા તેઓએ પૈસા પરત આપેલા નહી. જેથી આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે ઈશ્વર માંગીલાલ પ્રજાપતિની ફરિયાદના આધારે મહમંદઆફાક ઉર્ફે અસ્ફાક મહમંદનીજામ શેખ અને સુમનભાઈ ઉર્ફે સુનિલ શિવકુમાર કેજરીવાલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.