તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઉંદેલ વકીલ ઉપર થયેલ હુમલાના કેસમાં આરોપીના જામીન નામંજૂર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગણતરી મિનિટોમાં આરોપીને પકડીને જેલમાં મોકલાયો

ખંભાત તાલુકાના ઉંદેલ ગત 25મી જૂને જાહેર રોડને નુકશાન કરી રહેલ રાજેશ નરશીભાઇ પટેલને ગામના અગ્રીણી અને નોટરી વકીલઅમરસિંહ ઝાલાએ તેમ નહીં કરવાનું કહેતા રાજેશભાઇ તેઓની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.જે અંગે ખંભાત રૂરલ પોલીસે મથકે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસે ગણતરી મિનિટોમાં આરોપીને પકડીને જેલમાં મોકલી આપ્યો હતો.જીવલેણ હુમલો કરનાર રાજેશભાઇ પટેલે પોતાના વકીલ ટી.જી.મલેક મારફતે સેશન્સ કોર્ટમાં ખંભાત સમક્ષ જામીન દાખલ કરેલ જેની સુનાવણીના કામે વિદ્વાન અધિક સત્ર ન્યાયાધીશ એમ.એન.શેખએ આરોપીના વકીલની દલીલો ફગાવી જિલ્લા સરકારી વકીલ એ.એસ.જાડેજાની દલીલોને ગ્રાહય આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો હતો

અત્રે યાદ અપાવીએ કે જાહેર મિલકતની જાળ વણી માટે જીવલેણ ઇજાનો ભોગ બનનાર ખંભાત ખ્યાતનામ ધારાશાસ્ત્રી હોય ખંભાત વકીલ મંડળના તમામ વકીલોએ આરોપી તરફે બચાવ નહીં કરતા પોતાના વકીલ મિત્ર તરફે ફરિયાદના સમર્થનમાં રજૂઆતો કરી અદભૂત એકતા દેખાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર રસ્તા ઉપર ખોદકામ કરીને નુકસાન પહોંચાડવાના બનાવો વધી જવા પામ્યા છે ત્યારે આવા કિસ્સામાં જે તે આરોપીઓને પાઠ ભણાવવા જરૂરી છે. ઉંદેલ ગામનો કિસ્સામાં પણ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જામીન ના મંજુર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...