રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ:આરોગ્ય વિભાગની સ્વાસ્થ્યની ચકાસણીમાં 79 બાળકને ખામી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામને નિ:શુલ્ક સારવાર માટે લઇ જવાશે

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં યોજાયેલી ચકાસણી કાર્યક્રમ દરમિયાન જિલ્લાના 5 લાખ બાળકોના આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ બિમારી ધરાવતા બાળકોને સ્થાનિક હોસ્પિટલો સારવાર આપીને સ્વસ્થ બનાવ્યા હતા. આ ઉપરાંત ફાટેલા હોઠ, કાન અને અન્ય બિમારી ધરાવતાં 20 વધુ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં મફત ઓપરેશન કરવામાં આવ્યા હતા.

જયારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 36 ટીમો દ્વારા જિલ્લાના વિવિધ ગામ, શહેરોમાં બાળકોના આરોગ્યની તપાસ હાથ ધરી હતી. જેમાં જન્મજાત હૃદયરોગની ખામી ધરાવતા 70 બાળકો મળી આવ્યા હતા. આ બાળકોને તા. 6 જૂન,2022ના રોજથી તબકકાવાર સરકારી વાહનમાં યુ.એન.મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે નિ:શુલ્ક સારવાર માટે લઇ જવામાં આવશે.

અમદાવાદ સારવાર માટે મોકલવામાં આવનાર બાળકોને શુભેચ્છા પાઠવવા માટે સોમવારે સવારે 11 કલાકે આણંદ જિ.પં. ખાતે સમારોહનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...