તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:આણંદના પેટલાદમાં સવારે 11 થી સાંજ 5 વાગ્યા સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય, તંત્રના નિર્ણય સામે વેપારીઓમાં કચવાટ

આણંદ7 દિવસ પહેલા
 • જિલ્લાની 7 ગ્રામ પંયાયતોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ

આણંદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય સ્તરે કોરોના વિસ્તરી રહયો છે.સામાન્ય નાગરિકો માટે જીવલેણ બનતો જતો કોરોના નાથવા તંત્ર વેકસીનેશન ઉપર ભાર મૂકી રહયુ છે ત્યારે સ્થાનિક ચૂંટાયેલ આગેવાનો સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવી રહ્યા છે.પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં વધતા કોરોના કેસો ને લઈ પેટલાદ પંથકમા વધતા જતા કોરોના સંક્રમણના અનુસંધાને આજ રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તેમજ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલની ઉપસ્થીતીમાં એન.કે. હાઇસ્કુલના સ્વામી સચ્ચિદાનંદ હોલમાં શહેરના અગ્રણીઓની સમીક્ષા મીટીંગનું આયોજન કરાયુ હતું.જેમાં પ્રાંત અધિકારી મનીષાબેન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેર અને તાલુકાના પંથકમા દીનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે તેની ચેઇન તોડવા સૌએ સાથે મળીને આ સંક્રમણને નાથવાનો પ્રયત્ન કરવો પડશે.

આ મીટિંગમાં ઉપસ્થિત વ્યાપારી આગેવાનો અને અગ્રણી નાગરિકો પાસે રોજગારને ફટકો ન પડે અને સંક્રમણ અટકે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં વેપારીઓ દ્વારા છેલ્લા એક વર્ષની મંદી અને હાલ પણ ધંધા રોજગાર માટે કપરી પરિસ્થિતિની રજુઆત કરી સરકારી તંત્ર વૈકલ્પિક માર્ગ અન્વયે સોશિયલ ડિસ્ટન્સ ,માસ્ક સહિતની સરકારી કોરોના સખ્તાઈ થી લાગુ કરે તેમ રજુઆત થઈ હતી.જોકે ઉપસ્થિત લોકોની રજુઆત ધ્યાને લીધા સિવાય પ્રાંત અધિકારી દ્વારા સવારે 5:00 કલાકેથી સવારના 11:00 કલાક અને સાંજ 5:00 કલાકથી રાતના 10:00 કલાક સુધી બજાર ખુલ્લો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

પેટલાદમાં સવારે 11:00 થી સાંજે 5:00 કલાક સુધી આંશિક લોકડાઉનને અમલી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં લાલબહાદૂર શાસ્ત્રી ગંજના પ્રમુખ કેતનભાઇ શાહ અને અગ્રણી વેપારી શ્યામચંદ ભાટીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન કરવાથી ભાવ વધશે તેના કરતાં સ્વૈચ્છીક રીતે સંક્રમણને રોકવા તકેદારી રાખવાની ટકોર કરી હતી. અને લોકડાઉનનો સંદતર વિરોધ કર્યો હતો. જેથી પેટલાદમાં સ્વૈચ્છીક લોકડાઉનનીા જાહેરાત થતાં નગરજનોમાં કોલાહલ ઉદ્‌ભવ્યું છે અને સ્થાનિક પાલિકા સભ્યો ઉપર આ નિર્ણય બદલવા વ્યાપારીઓનું દબાણ વધ્યું છે.

આણંદ જિલ્લામાં કોરોના ને નાથવા ગ્રામ પંચાયત અને નગરપાલિકા ચૂંટાયેલ ટીમો આગળ આવી રહી છે.આણંદ જિલ્લામાં છેલ્લા બે માસમાં ડેમોલ થી શરૂ થઈ રૂપિયાપુરા, પીપળાવ, સારસા બાદ હાલ વિરસદ, મલાતજ, ચાંગા, પણસોરા અને લિંગડા ઉપરાંત બોદાલ અને કાસોર થઈ 7 ગ્રામ પંચાયતે પણ હાલ સ્વૈચ્છિક લોકડાઉન ચાલુ કરેલ છે જ્યારે બોરસદ પાલિકા દ્વારા જનતા કરફ્યુ અમલી કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો