દુખદ:કરમસદના વતની અને નેસ્કો ગ્રુપના પ્રમોટર સુમંતભાઇ પટેલનું દેહાવસાન

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચરોતરના પનોતા પુત્ર અને દેશના પ્રતિષ્ઠિત નેસ્કો ગ્રુપ (ગોરેગાવ)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ મેન્ટૉર સુમંતભાઇ પટેલનું મુંબઇ ખાતે અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને તેમના વતન કરમસદ ખાતે લાવવામાં આવ્યો હતો.

સુમંતભાઇ પટેલનું 86 વર્ષની વયે મુંબઈ ખાતે અવસાન થયું હતું. મૂળ કરમસદના સદગત એસ. જે. પટેલે નેસ્કો ગ્રુપને આકાર આપવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું હતું. ઉમદા સમાજસેવી એસ. જે. પટેલના પરિવારજનોએ સરદાર વલ્લભભાઇ પટેલની ભૂમિ કરમસદ ખાતે સરદાર પટેલ મેમોરિયલના નિર્માણ કાર્યમાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું. સદગત સુમંતભાઇની દીર્ઘ અને પારદર્શક દ્રષ્ટિના પગલે નેસ્કો ગ્રુપે સફળતાની ઉંચાઇ સર કરી છે. તેમણે અમેરિકાની પેન્સીલવેનિયા યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરની પદવી પ્રાપ્ત કરી હતી.

પ્રતિષ્ઠિત વ્હોર્ટન સ્કૂલમાંથી બિઝનેસ સ્નાતક બન્યા હતા. તેઓ વર્ષ 1960માં ભારત પરત આવ્યા હતા અને એન્જિનિયરિંગ ક્ષેત્રે નામાંકિત જી.એમ.એમ. કંપનીની સ્થાપના કરી હતી. નેસ્કો જૂથના અન્ય ક્ષેત્રમાં પ્રદાનના રચયિતા એવા સુમંતભાઇએ શ્રેષ્ઠ આઇ.ટી. પાર્ક સ્થાપવાની સિધ્ધિ પણ હાંસલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...