તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ડાલી કેનાલમાં ડૂબી જતા અજાણ્યા યુવકનું મોત

આણંદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મરનારના જમણા હાથમાં સૂર્ય નિશાન છે

સોજીત્રાના ડાલી સીમમાંથી પસાર તથી મહિયારી શાખાની કેનાલમાં ડૂબી જતાં અજાણ્યા 25 થી 30 વર્ષીય યુવકનું મોત નિપજયું હતું. સોજીત્રાના ડાલી ગામમાં રહેતા રાજેશભાઈ પરમાર રવિવારે ડાલી ગામની સીમમાં મહી કેનાલ મહિયારી શાખા નજીકથી પસાર થતા હતા. ત્યારે નહેરમાં એક અજાણ્યો પુરુષ કોઈ પણ કારણોસર નહેરમાં ડુબી જઈ મરણ ગયેલી હાલતમાં જોવા મળતા રાજેશભાઈએ આ બનાવ અંગે તુરંત સોજીત્રા પોલીસ મથકમાં જાણ કરી હતી.

સોજીત્રા પોલીસ મથકના માણસો પણ સ્થળ પર દોડી જઈ ડૂબી ગયેલા યુવકની લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મરનાર યુવક ડાબા હાથે પી અને જમણા હાથમાં સૂર્ય નિશાન છુદણું કોતરાવેલ છે.સોજીત્રા પોલીસે આજુબાજુના ગામોના ગુમ થયેલા યુવકની સાથે મરનાર યુવકની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો