તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:જાત જલાવી પ્રથમ માળેથી પડતું મુકનારા યુવકનું મોત

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા આર્યન કોમ્પલેક્ષના પ્રથમ માળેથી ગુરૂવારે રાત્રિના સાડા ત્રણ વાગ્યે વીસ વર્ષીય યુવકે અજય પરમારે શરીર પર જવલનશીલ પદાર્થ છાંટીને પડતું મૂક્યું હતું. જેમાં યુવકનું શુક્રવારે બપોરે દોઢ વાગ્યે મોત નીપજ્યું હતું.

ઠાસરા તાલુકા મસારામાં રહેતા અજય દશરથસિંહ પરમાર બુધવારે સાંજે પાંચ વાગ્યે ઘરે કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા બાદ તેણે ઉમરેઠ ખાતે આવીને પોતાના શરીર પર જવલનશીલ પદાર્થ છાંટી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા કોમ્પલેક્ષના પ્રથમ માળે પહોંચ્યો હતો. જ્યાંથી તેણે પડતું મૂક્યું હતું. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ગંભીર ઈજા થવાને કારણ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પ્રથમ જાણવાજોગ ફરિયાદ નોંધ્યા બાદ આજે ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...