કાર્યવાહી:આંકલિયા પુરામાંથી મૃત મોર મળ્યો : બે શકમંદોની અટકાયત

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના કંકાપુરા ગામના તાબે આંકલિયાપુરા વિસ્તારમાંથી મરી ગયેલી હાલતમાં મોર મળી આવતા સરપંચે જાણ કરતા વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. ગ્રામજનોએ ઘટના સ્થળ નજીકથી કાલુ ગામના રહીશ પુનમ ચુનારા અને કોડવા ગામના રહીશ સુરેશ ચુનારાને શંકાના આધારે પકડી વન વિભાગને સોંપી દીધા હતા.

બંને આરોપીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. મૃત મોરના ગળામાં તાર વિંટળાયેલો હોવાથી તેના મૃતદહેને પી એમ માટે મોકલી અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...