સમગ્ર શિક્ષા અને રાજ્ય શિક્ષણ વિભાગ ધ્વારા બાળકોનાં મફત,ફરજિયાત, સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ માટે સામુહિક પ્રયાસ થાય તે માટે અને જેતે કક્ષાએ તેમની જવાબદારી પણ નક્કી થાય એ માટે બાળકોના મફત, ફરજિયાત, સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનો અધિકાર અધિનિયમ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 તરીકે ઓળખવામાં આવે છે. જે અંતર્ગત વિભાગ ધ્વારા કેટલીક જોગવાઈઓ પણ કરેલ છે આ જોગવાઈઓને આધારે એક ઠરાવ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) સ્કુલ મેનેજમેન્ટ કમિટિ જેમાં75 ટકા વાલી સભ્યનું પ્રતિનિધિત્ત્વ થતું હોવાથી એસ.એમ.સી ખરાં અર્થમાં શાળાની કામગીરીમાં રસ લેતી થાય એવો મુખ્ય આશય રહેલો છે.
આ સમિતિની સમયાંતરે એટલે કે દર બે વર્ષે તેની પુનઃ રચના કરવાની થતી હોય છે. ગત વર્ષ સમિતિની મુદત પૂર્ણ થતાં શાળા કક્ષાએ એસ.એમ.સી પુનઃ રચના કામગીરી પૂર્ણ કરાઈ હતી પરંતું કોરોના વૈશ્વિક મહામારીને પગલે ઓનલાઈન તાલીમો યોજાઈ હતી ત્યારબાદ શાળા કક્ષાએ શાળા વિકાસની કામગીરી,કાર્યો,ફરજો અંગે જાગૃતતા લાવવા પ્રત્યક્ષ તાલીમ કે આયોજન બેઠકો નહીવત યોજાઈ હતી.
આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં એસ.એમ.સી સમિતિ સશક્તિકરણના હેતુસર નવા સત્રના કેલેન્ડરની બાબત અનુસાર તારીખ 18 એપ્રિલથી 23એપ્રિલ સુધીમાં એસ.એમ.સી બેઠકનું આયોજન કરી સામેલ 9 મુદાઓ જેવા કે શાળાનું સુરૂચિપૂર્ણ સંચાલન સમસ્યાનું નિદાન અને ઉકેલ,શાળાની ભૌતિક સંશાધનોની જરૂરિયાત ઉપલબ્ધિ અને જાળવણી સંદર્ભે સક્રિય ભૂમિકા,શાળા પર્યાવરણ નિર્માણમાં સહભાગીતા, વહીવટી તેમજ ગ્રાન્ટ વપરાશ અંગે દેખરેખની ભૂમિકા , નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે સંવાદિતાપૂર્ણ સહયોગ, ડાયસ અને એસ.ડી.પી અંગે સામેલગીરી, મધ્યાહન ભોજન, શિક્ષકો, વિધાર્થીઓ, શાળા વગેરેની નિયમિતતા, સ્વચ્છતા, મુઝવણો, અને સમસ્યાના ઉકેલમાં મદદગારી , રાઈટ ટુ એજ્યુકેશન અને બાળ અધિકારો અંગે સજાગતા,વિ.ઓની સો ટકા હાજરી ઉપરાંત શિક્ષણ ગુણવત્તા બાબત વાલી સહયોગ બાબત એસ.એમ.સી ની સક્રિયતા વગેરે જેવા નવ મુદાઓ આધારિત એસ.એમ.સી સભ્યોને જાગૃતતા કેળવવા માટે (6) છ દિવસીય ખાસ બેઠકનું આયોજન કરવા જિલ્લા શિક્ષણ વિભાગને નિર્દેશ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.