તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ના ફાગણીમાં પિતાનો જન્મ દિવસ ઉજવવામાં આવેલી પુત્રીનું ડમ્પર અડફેટે મોત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ જતા વટાવ પાસે ડમ્પરે ટક્કર મારતાં રીયા ગોસ્વામીનું ઘટના સ્થળે જ મોત

પેટલાદના ફાગણી ગામે રહેતા પિતાનો જન્મ દિવસ ઉજવવામાં આવેલી પુત્રી કોઇ કામસર એક્ટિવા લઇને નડિયાદ જવા નીકળી હતી. તે દરમિયાન વટાવ બસ સ્ટેન્ડ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતાં યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પેટલાદ તાલુકાના ફાગણી ગામે રહેતા અને કરમસદની ખાનગી બેંકમાં લોન ઓફિસર તરીકે ફરજ બજાવતાં વિરલગીરી રમણગીરી ગોસ્વામીના પિતાજીનો જન્મ દિવસ હતો .જેમાં અમદાવાદ રહેતી વિરલગીરીની બહેન રીયાબહેન ગોસ્વામી પણ પતિ હિરેનગીરી સાથે ફાગણી ગામે આવ્યાં હતાં. દરમિયાનમાં સવારના સાડા સાતેક વાગે રીયાબહેનને નડિયાદ કામ હોવાથી એક્ટીવા લઇને નડિયાદ જવા નીકળ્યાં હતાં.

રિયાબેનને ઘરેથી નીકળે માંડ અડધો કલાક થયો હશે, ત્યાં વિરલગીરીના ઘરે ગામના ભુપેન્દ્રભાઈ બારોટ આવ્યાં હતાં અને રિયાબહેનને વટાવ બસ સ્ટેન્ડ નજીક ડમ્પર સાથે અકસ્માત થયો હોવાની જાણ કરી હતી.જે કારણે હતપ્રભ બનેલા વિરલગીરી અને તેમના પરિવારજનો તાત્કાલિક ગાડીમાં વટાવ પહોંચ્યાં હતાં. જ્યાં ઘટના સ્થળે રીયાબહેનની લાશ જોતા સૌ ભાંગી પડ્યાં હતાં.

આ ઘટના બાબતે તપાસ કરતાં ડમ્પર (નં. GJ-2-XX-0261)ના ચાલકે ડમ્ફર પુરઝડપે હંકારી એક્ટીવાને પાછળથી ટક્કર મારી રીયાબહેનને ગંભીર ઇજા પહોંચાડી ઘટના સ્થળે મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી, આ અંગે ડેમ્પર ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...