તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાગાયતી ખેતી માટેની યોજનાના લાભ લેવા માંગતા આણંદ જીલ્લાના ખેડૂતોએ આઇ ખેડૂત (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલ પર તારીખ 4/4/2021 થી તા.15/5/2021 સુધીમાં અરજી કરવા જણાવાયું છે. ખેડૂતોએ અરજી કરી અરજી પ્રિન્ટ મેળવી જરૂરી સાધનિક દસ્તાવેજો સહિત નાયબ બાગાયત નિયામક કચેરી 427-429, ચોથો માળ, જીલ્લા સેવા સદન આણંદ જિ.આણંદ ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા પહોંચાડવા જણાવાયું છે. ત્યારબાદ જ મળેલ ખેડૂતોની અરજીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ નાયબ બાગાયત નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે.
નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા વર્ષ 2021-22 ના માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો, કેળ (ટીસ્યુ), હાઇબ્રીડ બિયારણ,પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), છુટા ફૂલો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા- જામફળ-દાડમ, લીંબુ માટે, પપૈયા, પાવર ટીલર, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, ટ્રેક્ટર (20 PTO HP સુધી), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ) પેકહાઉસ ( 9x6 મી.), નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના હાઇટેક નર્સરી, પ્લગ નર્સરી નાની નર્સરી(1 હે.), રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ 300 મે.ટન) મધમાખી સમૂહ (કોલોની), મધમાખી હાઇવ, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય વગેરે યોજના માટે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.