રસ્તો ખખડધજ હાલતમાં:ખંભાત-ખેડાને જોડતા માર્ગ પર જોખમી ગાબડાં, રોજ 1500 વાહનચાલકો પરેશાન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વરસાદે જ રસ્તો ખખડધજ હાલતમાં, ધારાસભ્ય અને અધિકારીને રજૂઆતો છતાં મરામત કરાતી નથી

ખંભાત ખેડા પંથકને જોડતા માર્ગ ઉપર તારાપુરથી ખેડા સુધી મોટા ગાબડા પડી ગયા હોઈ તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા રીપેરીંગ કામ ન થતા અહી છાશવારે અકસ્માત થાય છે. વાહનચાલકો મોટા ગાબડાને લઇ વારંવાર ખોટકાઈ છે. જેને લઇ ચાલકોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે. આ માર્ગ પરથી દૈનિક 1500 થી વધુ વાહનોની અવરજવર રહે છે. ત્યારે રોડને નવો બનાવવામાં આવે તો વાહનચાલકો સમય ઇંધણ બંને બચે તેમ છે.

આ અંગે કાણીસા પંથકના યુવા અગ્રણી મનીષ રબારી જણાવ્યું હતું કે, પ્રથમ વરસાદે જ અહી રસ્તો ખખડધજ હાલતમાં ફેરવાઇ ગયો હતો. રોડની મધ્યમાં મસમોટા ગાબડા પડી ગયા છે. આ માર્ગ ઉપર તંત્ર દ્વારા માત્ર થીગડા લગાવી જ સંતોષ માને છે. જો એક વાર આ રોડ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તો વાહન ચાલકોની કાયમી સમસ્યાનું સમાધાન આવે. પરંતુ તંત્રની બેદરકારીને કારણે રોડ જર્જરિત બનતા અકસ્માત માર્ગ બન્યો છે.

ખંભાત, તારાપુર સોજીત્રાથી અમદાવાદ જવા માટેનો આ એક માત્ર રસ્તો હોઇ અને આ માર્ગ અતિશય બિસ્માર હાલતમાં હોઇ આ અંગે અમોએ વારંવાર સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય તેમજ તંત્રને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે.

ખંભાતથી અમદાવાદના બે કલાકના અંતર માટે ત્રણ કલાક
અમદાવાદથી ખંભાત દરરોજ આવન-જાવન કરતા કોકિલાબેન પટેલે જણાવ્યું હતું કે, હું અપડાઉન કરું છું ખંભાત થી અમદાવાદનું 100 કિલોમીટરનું અંતર કાપતા મારે ત્રણ કલાક જેટલો સમય થાય છે. જો આ માર્ગને વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો આ અંતર માત્ર બે કલાકની અંદર જ કપાય બિસ્માર માર્ગને લઇ વાહનચાલકોની હાલત અતિશય દયનીય બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...