વિવાદ:તારાપુરના ખડા ગામના દલિત સરપંચને સવર્ણોની ધમકી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘અમને પૂછ્યા વિના કોઈ કામ કરવું નહીં’

તારાપુર તાલુકાના ખડા ગામે સરપંચ તરીકે ફરજ બજાવતા દલિત યુવકને ગામના પાંચ શખસોએ જાતિવાચક શબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

ખડા આંબેડકરવાસમાં રહેતા 25 વર્ષીય રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે. પાણીની કેનાલ પાસે ગામમાં પીવાના પાણીનો બોર તેઓ બનાવી રહ્યા હતા. એ સમયે ગામમાં રહેતા જયેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ પટેલે તેમને ફોન કર્યો હતો. અને તેમને પાણીના બોરનું જે કામ ચાલુ કરાવ્યું છે તે બંધ કરાવી દે તેમ કહી, તારે મને પૂછયા વિના કોઈ કામ કરવું નહીં તેમ કહી અપશબ્દ બોલ્યા હતા. જેથી રાહુલભાઈએ ફોન કટ કરી દીધો હતો.

એ પછી બપોરે સાડા અગિયાર વાગ્યે તેઓ બાઈક લઈ ચોતરેથી ઘર તરફ જતા હતા ત્યારે જયેન્દ્ર પટેલ અને દિવ્યેશ રાજુ દરજીએ તેમનું બાઈક ઉભું રખાવ્યું હતું. અને ગમે તેમ બોલી દિવ્યેશે તેમની ફેટ પકડી લીધી હતી. બંને જણાએ જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા. તેમનું ઉપરાણું લઈ દિક્ષીત ઠાકોર પટેલ, હિતેશ પ્રવિણ પટેલ અને ગનુ ભુરા ભરવાડે ત્યાં પહોંચીને ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...