તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાનો અવસર:આણંદનાં દક્ષાબેન કૂખમાં 7 માસનો ગર્ભ છતાં PPE કિટ પહેરીને ફરજ નિભાવે છે

આણંદ3 મહિનો પહેલાલેખક: કલ્પેશ પટેલ
  • કૉપી લિંક
દક્ષાબેનની તસવીર - Divya Bhaskar
દક્ષાબેનની તસવીર
  • કોરોનામાંથી સાજા થયાના છઠ્ઠા દિવસે ડ્યુટી પર આવ્યાં હતા
  • દરરોજ 8 કલાક ડ્યુટી, 100થી વધુ દર્દીની સારવાર કરી

વાસદ સીએચસી કેન્દ્રમાં આવેલા કોવિડ સેન્ટર ફર્જ બજાવતા દક્ષાબેન બોરીસા 7 માસનો ગર્ભ ધરાવે છે. ગત 26મી માર્ચે તેઓ કોરોના ભોગ બન્યો હતા. 5 દિવસમાં કોરોના રીપોર્ટ નેગેટીવ આવતાં તેઓ છઠ્ઠા દિવસે પોતાની કુખ કે શરીર કે પરિવારજનોની ચિંતા છોડીને કોવિડ સેન્ટરમાં ફરજ પર હાજર થઇ ગયા હતા. આણંદના વતની અને હાલ વડોદરા રહેતા દક્ષાબેને હિતેશભાઇ બોરિસા (ઉ.34) છેલ્લા 14 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવે છે. કોરોનાની મહામારી દર્દીઓની સેવા કરવાની તક મળી છે. તેઓ અત્યાર સુધી 100 વધુ કોરોના દર્દીઓ સારવાર કરી છે. તેઓ 20થી વધુ કોરોના દર્દીઓ વચ્ચે રહીને તેઓની સારવાર કરીને માનવતા ધર્મ નિભાવી રહ્યાં છે. આમ તેઓએ પોતાની કે કુખ ઉછરી રહેલા બાળકની ચિંતા કર્યા વગર સેવા આપે છે. દક્ષાબેનની હિંમતને સૌએ દાદ આપી હતી.

પરિવારનો ટેકો મળે છે એટલે ફરજ નિભાવી શકું છું
દક્ષાબેને બોરીસાએ જણાવ્યું હતું કે હું ગર્ભવતી હોવા છતાં માર પતિ કે સાસુ સસાર મને રોકતા નથી.દર્દીઓની સેવા કરવાની તક મળી છે.ત્યારે તારાથી થાય ત્યાં સુધી કામ કર તેમજ ગર્ભ હોવા છતાં પીપીટી કીટ પહેરીને દર્દીઓ સાથે જઇને તેઓને સતત હિંમત આપી ગભરાટ દૂર કરું છું.

અન્ય સમાચારો પણ છે...