• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Dada's Pragatyotsav Will Be Celebrated With Fanfare At Rokadia Hanuman Temple In Anand, Maruti Yajna As Well As Divine Planning Of Annakut

આવતીકાલે હનુમાન જયંતિ:આણંદના રોકડીયા હનુમાન મંદિર ખાતે દાદાનો પ્રાગટ્યોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે, મારૂતિ યજ્ઞ તેમજ અન્નકુટનું દિવ્ય આયોજન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ષોડશોપચારે પૂજન, અભિષેક, મારૂતી યજ્ઞ, અન્નકુટ આદીનુ દિવ્ય આયોજન કરવામાં આવશે

આણંદના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે ચૈત્ર પૂનમ અને હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાનો પ્રાગટ્યોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. આ પ્રસંગે ષોડશોપચારે પૂજન, અભિષેક, મારૂતી યજ્ઞ, અન્નકુટ આદીનુ દિવ્ય આયોજન કરવામાં આવશે. સાંજે 5.30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતીમાં વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા બ્રહ્મનિષ્ઠ સંતો પધારી દર્શન આશીર્વાદનો લાભ આપશે. સવારે 04.30 થી રાત્રે 11.30 સુધી ખમણ અને બુદ્દીનો પ્રસાદ વહેંચવામાં આવશે.

આ ઉત્સવમાં જે હરિભક્તોને યજ્ઞમાં લાભ લેવાની તથા અન્ય સેવા નોંધાવવાની ઈચ્છા હોય તેમને મંદિરની ઓફીસમાં સંપર્ક કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે 04.30 વાગ્યે મંગળા આરતી, 06.15થી 6.45 કલાકે ષોડશોપચારે પૂજન તથા પંચામૃત અભિષેક, 06.50થી 07.10 દરમિયાન પ્રસાદીના કૂવે હરિકૃષ્ણ મહારાજનુ પૂજન તથા અભિષેક, 07.15 વાગ્યે શણગાર આરતી, 08.30 કલાકે મારૂતી યજ્ઞનો પ્રારંભ, યજ્ઞનો સમય સવારે 08.30 થી 12.30 કલાકે, સાંજે 03.00 થી 06.00 કલાકે, 05.30 કલાકે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ્દ હસ્તે યજ્ઞની પૂર્ણાહુતિ તથા મહારાજશ્રી તથા બ્રહ્મનિષ્ઠ સંતોના આશીર્વાદ, 07.00 કલાકે સંધ્યા આરતી, 11.30 કલાકે શયન આરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...