આણંદ રેલવે સ્ટેશનને 2005માં એ ગ્રેડનો દરરોજ આપીને રીનોવેશન કરીને પાયાની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પરંતુ આજે પણ મુસાફરો માટે જરૂરી એવી પાયાની સુવિધા જેવી કે વેટીંગરૂમ, પ્લેટફોર્મ પીવાના પાણી સહિત શૌચાલયની સુવિધા પુરતા પ્રમાણ ઉપલબ્ધ ન હોવાથી આણંદના સાંસદ મિતેષ પટેલે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના પગલે મુંબઇ રેલવે સેફટીની ટીમ દોડી આવી હતી.
આ ટીમ ફૂટ ઓવરબ્રીજ કામગીરી મંથર ગતિ ચાલતી હોવાથી મુસાફરોને રેલવે લાઇન ક્રોસ કરવી પડે છે.જેના કારણે જીવ જોખમ મુકાય છે. તે વાત જાણીની એકદમ દંગ રહી ગયા હતા. બે વર્ષથી કામગીરી ચાલતી હોવા છતાં પૂર્ણ ન થતાં તાત્કાલિક પૂર્ણ કરવાની તાકદી કરી હતી.
મુંબઇ રેલવે સેફટીના અધિકારીઓ અને તેમની ટીમે ગોધરા રેલવે સ્ટેશન મુલાકાત લીધી હતી. છેલ્લા 5 વર્ષથી પ્લેટફોર્મ તૈયાર હોવા છતાં પાયાની સુવિધા ન હતી. તેમ રેલવે લાઇન ક્રોસ કરવા માટે ફૂટ ઓવરબ્રીજ કામ પણ થયું ન હોવાથી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
સાથે સાથે ખાટકીવાડ રેલવે ફાટક પાસે કમ્પાઉન્ડ વોલ ન હોવાથી લોકો રેલવે લાઇન ક્રોસ કરી રહ્યાં હતા.તેમજ રખડતાં પશુઓ ઘુસી જતાં હોવાથી તેઓ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. તેમજ એ ગ્રેડના રેલવે સ્ટેશન સરકાર ધારણા ધોરણ મુજબની તમામ સુવિધા તાત્કાલિક ઉભી કરવા સ્થાનિક રેલવે અધિકારીઓને તાકીદ કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.