આયોજન:વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે ગાંધી જ્યંતિ નિમિત્તે સાઈક્લોન અને વોકાથોન યોજાઈ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાઈકલોથોન 10 કિલોમીટરના એરીયામાં યોજવામાં આવી
  • વોકાથોનમાં 5 કિલોમીટરની યોજવામાં આવી હતી

આણંદમાં ગાંધી જ્યંતિ નિમિત્તે ધ સોશ્યલ ક્લબ દ્વારા પ્રથમ વખત સાઈક્લોન અને વોકાથોનનું આયોજન કરાયું હતું. આ પોગ્રામને લઈ યુવાઓમાં ભારે જોશ અને ઉત્સાહની લાગણી જણાઈ હતી.જેને લઈ અનેક યુવાઓ સહિત જેમાં 400 થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ટીવી એક્ટર કરણવીર બોહરા ઉપસ્થિત રહેવાનો હોઈ કાર્યક્રમ યુવા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદમાં ધ સોશિયલ કલબ દ્વારા પ્રથમ વખત સાઈકલોથોન અને વોકાથોન નું આયોજન હાથ ધરાયુ હતું.નગરના યુવા અને વિધાર્થી વર્ગમાં આ કાર્યક્રમનું ભારે આકર્ષણ જોવાયું હતું.આ સાઈક્લોનમાં 250 લોકોએ ભાગ લીધો હતો. જે 10 કિલોમીટરના એરીયામાં યોજવામાં આવી હતી. જ્યારે વોકાથોનમાં 125 લોકોએ ભાગ લીધો હતો જે 5 કીલોમીટરની યોજવામાં આવી હતી.

મહત્વનું છે કે, વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પ્રસ્થાન એક્ટર કરણવીર બોહરા તથા સાંસદ મિતેશભાઈ પટેલ, પુર્વ સાંસદ દીલીપભાઈ, પ્રદેશ મહામંત્રી નીપાબેન પટેલ, કરમસદ પાલિકાના પ્રમુખ નીલેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ક્લબના સભ્યો જાેડાયા હતા. તેઓની ઉપસ્થિતિમાં સાઈક્લોન અને વોકાથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ નવીન કાર્યક્રમ ને લઈ વિદ્યાનગર પોલીસ તંત્ર દ્વારા વોકાથોન અને સાઈક્લોન માટે વિવિધ માર્ગો ઉપર સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. અને લોકો શાંતિથી પસાર થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...