તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં બ્લેક મેઇલર ઝડપાયો:યુવતીઓ સાથે મિત્રતા કરી બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતો, સાઈબરક્રાઇમને મોબાઇલમાં વાંધાજનક માહિતી મળી

આણંદ3 મહિનો પહેલા
  • યુવાન યુવતીઓને બિભત્સ ફોટોગ્રાફ પ્રસારીત કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતો

આણંદના સાયબર સેલે શહેરના જુના બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને ફેક ઈન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટ આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રાચારી કેળવીને તેમના બિભત્સ ફોટોગ્રાફ પ્રસારીત કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતા ધુવારણના યુવકને ઝડપી લીધો છે. આ યુવકની વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

યુવક બિભત્સ ફોટોગ્રાફ મોકલીને બ્લેક મેઈલ કરી નાણાં પડાવતો

ટેકનોલોજી યુગમાં ગુનાખોરી ઘટશે નો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. પણ પરિણામ તેથી વિપરીત ભાસી રહ્યું છે. જોકે ગુનો શોધવામાં અને ગુનેગારને પકડવામાં ટેકનોલોજી ખૂબ સહાયભૂત અને ઉપયોગી થઈ રહી છે. એક યુવતીને કોઈ અજાણ્યો ઈન્સ્ટાગ્રામ તથા સ્નેપચેટનો ઘારક બિભત્સ ફોટોગ્રાફ મોકલીને 50 હજારની માંગણી કરી બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ મળી હતી.

ઈન્સ્ટાગ્રામ તથા સ્નેપચેટના ધારક બિભત્સ ફોટોગ્રાફ મોકલતો

આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ ટેકનીકલ આધારિત ગુનાઓ શોધી કાઢવા માટે નાયબ પોલીસ અધિક્ષક બી. ડી. જાડેજા અને પીઆઈ એલ. ડી. ગમારાના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમનો ભોગ બનનારનાઓએ સહાયભૂત અને મદદરૂપ થવા માટે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સીસ મારફતે વોચ ગોઠવી તેને ઝડપી લેવાય છે. જે મુજબ આ કેસમાં ઈન્સ્ટાગ્રામ તથા સ્નેપચેટના ધારક બિભત્સ ફોટોગ્રાફ મોકલીને બ્લેકમેઈલ કરી નાણાં પડાવતો હોવાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો.

છોકરીઓ સાથે મિત્રતા કેળવીને બદનામ કરવાની ધમકી આપી

ત્યારબાદ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કર્યો હતો. જેમાં બહાર આવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર છોકરીઓ પાસે નાણા પડાવનાર યુવક જુના બસ સ્ટેન્ડે આવનાર છે. તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેનું નામ જગદીશ કેસરીસિંગ સીંધા રહે. ધુવારણ હોવાનું ખુલ્યું હતું. તેની સઘન પુછફરછ કરતા તે સોશિયલ મીડિયાના ફેક આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવીને બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવતો હોવાનું બહાર આવ્યું હતું.

મોબાઈલમાંથી અન્ય પણ ઘણી ચોકાવનારી વિગતો જોવા મળી

આણંદ ડીવાયએસપી બી.ડી.જાડેજાના જણાવ્યા મુજબ પકડાયેલો જગદીશ સિંઘા ફેક ઈન્સ્ટાગ્રામ તથા સ્નેપચેટ આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવી છોકરીઓને ફસાવીને બિભત્સ ફોટોગ્રાફ અને વીડિયો પ્રસારિત કરવાની ધમકીભર્યા મેસેજ મોકલીને રૂપિયાની માંગણી કરતો હતો. તેને ઝડપી લેવામાં આવ્યો છે. તેના મોબાઈલમાંથી અન્ય પણ ઘણી ચોકાવનારી વિગતો જોવા મળી છે. જે બાબતે તેનો મોબાઈલ કબ્જે લઈ એફએસએલને વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવેલો છે.

અન્ય સમાચારો પણ છે...