તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંડણી:ખંભાત ધારાસભ્યને સાયબર માફીયાની ધમકી, ખંડણી નહીં આપો તો બિભત્સ વિડીયો વાયરલ કરશું..!

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય સાથે વિડીયો કોલીંગ કરી તેમાં બિભત્સ એડીટીંગ કરી પરિવારમાં વાયરલ કરવા ધમકી આપી,
  • વીડિયો કોલ કરી બ્લેકમેઈલ કરતી ટોળકીનો ભોગ બન્યા ખંભાતના ધારાસભ્ય, વીડિયો બનાવી 15000ની ખંડણી માગી
  • ધારાસભ્યનો વીડિયો મોર્ફ કરી વાઈરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સાઈબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે.પોલીસ પણ તે પરત્વે કાયદેસર કાર્યવાહી કરી ગુના ઉકેલવા પ્રયત્નશીલ છે.હાલ વ્હોટ્સએપ પર વિડીયો કોલ કરી બ્લેમેલીંગ કરતી એક ગેંગે ખંભાતમાં ભાજપના ધારાસભ્યને નિશાન બનાવ્યાં છે. આ અંગે ધારાસભ્યએ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી સાયબર ક્રાઇમ નિષ્ણાંતોને સાથે રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ખંભાત ધારાસભ્ય મહેશકુમાર ઉર્ફે મયુર રાવલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ખંભાત પાવર હાઉસ સામે ધી ખંભાત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફિસ પર 12મી મેના રોજ હતાં. તે દરમિયાન 11-30થી 13-30 દરમિયાન મોબાઇલ નં. 7735618431 પરથી અજાણ્યા શખસે વોટ્સઅપ વિડીયો કોલ કર્યો હતો. બાદમાં આ કોલની વાતચીતનો વિડીયો ઉતારી તેનું એડીટીંગ કર્યું હતું.

આ મોર્ફ કરેલો વિડીયો મોકલી તેઓને બદનામ કરવાની ધમકી આપી અને વળી રૂ.15,500/- ની ખંડણી માંગતો મેસેજ કરતાં કહ્યું હતું કે વિડીયો સોશ્યલ મિડીયામાં અપલોડ કરી બદનામ કરશે. જો વિડીયો અપલોડ ન કરવો હોય તો વ્હોટ્સએપ મેસેજ દ્વારા રૂ.15,500 મોકલી આપે. નહીં તો રાજકીય કારકિર્દી ખતમ કરી નાંખીશું. ખંભાત ધારાસભ્ય મયુરભાઈ પાસે ખંડણી માંગતા સતત 15થી 17 કોલ આવ્યાં હતાં. જે તેઓએ રિસીવ ન કરતાં ખંડણીખોરોએ મેસેજથી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આથી, ધારાસભ્ય ચોંકી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી સાયબર ક્રાઇમના નિષ્ણાંતો સાથે રાખી તપાસનો ધમધાટ શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિવિધ તરકીબોથી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યાં છે. ખાસ કરીને સાયબર ક્રાઈમ નવી નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી રહી છે. તેમાં રાજકીય આગેવાનોને લક્ષાંક બનાવવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

આ અંગે ખંભાત ધારાસભ્ય મયૂરભાઈ રાવલે જણાવ્યું કે, તેઓ વોટ્સએપ કોલ સ્વીકારતા નથી. પરંતુ હાલની પરિસ્થિતિમાં કોઈ જરૂરી કોલ હશે તેમ સમજી વોટ્સએપ કોલ સ્વીકર્યો હતો. જોકે અજાણી વ્યક્તિ હોઈ તુરંત કોલ કટ કરી દીધો હતો.જે બાદ સામેવાળી વ્યક્તિએ તે વીડિયો કોલનું મોર્ફીગ કરી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું.જેથી મેં મારા પુત્ર તેમજ પોલીસને જાણ કરી મારી ઓફિસે જ બોલાવી લીધા હતા.બ્લેકમેલરના સતત 15 થી 17 ફોન આવ્યા જે મેં રિસીવ ન કર્યા ત્યારબાદ તેણે મેસેજ દ્વારા નાની રકમની ખંડણીની માગણી કરી,રાજકીય કારકિર્દી ખલાસ કરી નાખવાની પણ ધમકી આપી હતી. તેઓએ ફેસબુક ઉપરથી નામ લઈ મારા નજીકના સગા ઓને બીભત્સ વીડિયો મોકલી બદનામ કરવાની ધમકીઓ પણ આપી હતી. જોકે, મારા પર સાયબર હુમલો કરી ફસાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી. જોકે મને શંકા છે કે મારી અહીંના વિસ્તારમાં વધતી લોકપ્રિયતાને અવરોધવા રાજકીય કાવતરું હોઈ શકે છે. હાલ આ અંગે ખંભાત પોલીસ અને સાઈબર ક્રાઈમ વિભાગે તપાસ આરંભી છે. જેની તપાસમાં સત્ય પ્રકાશમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...