તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈબર ક્રાઈમ:આણંદના ઇમિગ્રેશન વ્યવસાયિકના બેંક એકાઉન્ટમાં સાઈબર એટેક, સાઈબર ક્રાઈમ સેલે રકમ પરત અપાવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકના એકાઉન્ટમાંથી રૂ.9 હજારની રકમ બારોબાર કપાઈ ગઈ હતી

આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં રહેતા અને ઈમિગ્રેશનનું કામ કરતા એક યુવકના બેંક ખાતામાંથી તેઓની જાણ બહાર ઓનલાઇન રૂ.9 હજારની રકમ બારોબાર કપાઈ ગઈ હતી. જેથી તેઓ ઓનલાઈન છેતરપંડીનાનો ભોગ બન્યા હોવાનું લાગતા આ અંગે આણંદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી સાયબર સેલની ટીમે યુવકને તેઓની પૂરેપૂરા રૂ.9 હજારની રકમ પરત તેઓના બેંક ખાતામાં જમા કરાવી આપી હતી.

આજના ડિજિટલ યુગમાં સાઈબર ક્રાઈમ ની શકયતાઓ અને ઘટનાઓ વધી ગઈ છે. જોકે બેંકો પણ સતેજ થઈ છે અને સાઈબર સિક્યુરિટી અને તની આનુષંગિક ચોક્સાઈના ઉપકરણો થકી ગ્રાહકોના વ્યવહારો સુરક્ષિત કરે છે તેમજ સાઈબર છેતરામણીના બનાવો પ્રત્યે જાગૃત પણ કરે છે. આણંદ આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગ સાઈબર ક્રાઈમ બાબતે પરિણામલક્ષી સક્રિયતા દાખવતા હોવાનું અનેક નાગરિકોને અનુભવ થયો છે.

આણંદના રહીશ નિશીતકુમાર કાન્તીભાઈ પટેલ ઇમિગ્રેશનનું કામ કરે છે. નિશીતભાઈ પટેલના બેંક એકાઉન્ટમાંથી તેઓની જાણ બહાર બે તબકકે થઈને રૂ.4000 અને રૂ.5000 કુલ રૂ. 9 હજારની રકમ ઓનલાઇન કપાઈ ગઈ હતી. જેનો મેસેજ નિશીતકુમાર પટેલના મોબાઈલમાં આવતા પોતાની સાથે ઓનલાઈન છેતરપીંડી થઇ હોવાનું જણાયું હતું.જેથી સમય અન્ય તપાસમાં બગડ્યા સિવાય તેઓ સીધા આણંદ સાયબર ક્રાઇમ સેલ પોલીસ મથકનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી હતી.

સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા નિશીતકુ માર પટેલના મોબાઈલમાં આવેલ મેસેજ અને બેન્ક સ્ટેટમેન્ટની ચકાસણી હાથ ધરી તાત્કાલિક કાર્યવાહી કરી ફ્રોડ ટ્રાન્જેક્શન રોકી હતું.અને જે-તે કંપની સાથે ચોક્સાઈ પૂર્વકનો પત્ર વ્યવહાર કરી નિશીતકુમાર પટેલને ગયેલી રકમ રૂ. 9 હજાર પરંત તેઓના બેંક એકાઉન્ટમાં કરાવી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...