અનાજ વિતરણમાં ફેરફાર:આણંદના રેશનકાર્ડ ધારકોને મળતા ઘઉંના જથ્થામાં કાપ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાપ સામે તેટલો ચોખાનો જથ્થો વધારી દેવામાં આવ્યો

સરકાર દ્વારા જૂન માસમાં અનાજ વિતરણમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. જેમાં કુટુંબી દીઠ અપાતા અનાજમાં દસ કિલો ઘઉં ઓછા આપવામાં આવશે. જ્યારે વ્યક્તિ દીઠ અપાતા ઘઉંના જથ્થામાં પણ દોઢ કિલો ઘઉં ઓછા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ગરીબો ભુખ્યા ન રહે તે માટે તેટલા જ પ્રમાણમાં ચોખાનો જથ્થો વધારી દેવામાં આવ્યો છે. આમ, આણંદ જિલ્લાના એએવાયના 29 હજાર 111 પરિવાર અને અગ્રતા ધરાવતા 12.90 લાખ વ્યક્તિને ઘઉં કરતા ચોખા વધુ મળશે.

ચરોતરમાં રાષ્ટ્રીય અન્ન સલામિત કાયદા-2013 હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના ભાગ પાડવામાં આવ્યાં છે. આ જરૂરિયાતમંદ પરિવારોને જૂન-22 માસ માટે અનાજ (ઘઉં – ચોખા)ના વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર તરફથી મળેલા રીવાઇઝડ ફાળવણી મુજબ જરૂરિયાત ધ્યાને લેતા કેટેગરી પ્રમાણે ઘઉં અને ચોખાના વિતરણ કરાતા જથ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ નવા ફેરફાર પ્રમાણે એએવાયને ઘઉંનો જથ્થો કાર્ડ દીઠ 15 કિલો અને ચોખા કાર્ડ દીઠ રૂ.20 કિલો આપવામાં આવશે. તેવી જ રીતે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપવામાં આવશે. આથી, વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા એનએફએસએ યોજનાના નિયમિત વિતરણ માટે સમયસર વિતરણ કરવા સુચના આપવામાં આવી છે.

અલબત્ત, એનએફએસએનું રેગ્યુલર વિતરણ 1લી જૂનથી શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે જૂન-22 માસના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટેના વિતરણના હુકમો અલગથી કરવામાં આવશે. એનએફએસએ તથા પીએમજી કેએવાય બન્ને વિતરણ અલગ અલગ કરવામાં આવશે. જેમાં પીએમજી કેએવાયનું વિતરણ 16મી જૂનથી કરવામાં આવશે.

સરકારી ચલણનું ચુકવણંુ ડિઝીટલ પદ્ધતિથી કરવાનો નિર્ણય, રોકડનો ઓપશન બંધ કરાશે
રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી ચલણનું ચુકવણું ફક્ત ડિઝીટલ પદ્ધતિથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વ્યાજબી ભાવના દુકાનદારોને ડીઝીટલ પેમેન્ટ માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. જેમાં બેન્કના મેનેજરના પરામર્શમાં રહી મહત્તમ દુકાનદારો ડીઝીટલ, આરટીજીએસ, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ પધ્ધતિથી ચુકવણું કરે તે માટેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈએફપીએસ એપ્લીકેશન જનરેટ કરવામાં આવતા ચલણોમાં કેસ અને રોકડાનો ઓપ્શન બંધ કરવામાં આવસે. આથી, જૂન-22 માં તમામ ચલણો ડીઝીટલ પધ્ધતિથી જનરેટ થાય તે જોવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

અનાજ વિતરણમાં કેવો ફેરફાર કરાયો?

યોજનાએએવાય (કાર્ડ દીઠ)પીએચએચ (વ્યક્તિ દીઠ)
જૂનો જથ્થો25 કિલો (ઘઉં)3.5 કિલો (ઘઉં)
10 કિલો (ચોખા)1.5 કિલો (ચોખા)
નવો જથ્થો15 કિલો (ઘઉં)2 કિલો (ઘઉં)
20 કિલો (ચોખા)3 કિલો (ચોખા)

​​​​​​

અન્ય સમાચારો પણ છે...