તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક અમલ:આણંદ શહેરમાં આજથી રાત્રી કરફ્યુનો સખ્તાઈથી અમલ કરાશે, કરમસદ અને વિદ્યાનગરમાં પણ કરફ્યુ રહેશે

આણંદ5 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસ્વીર
 • પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી શહેર પર ચાંપતી નજર રખાશે

રાજ્યમાં કોરોના સંક્રમણમાં બેકાબુ થયેલ વધારાના કારણે હાઈકોર્ટ દ્વારા ટકોર થયા બાદ રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આણંદ શહેરમાં આજે રાત્રીના 8 વાગ્યાથી કરફ્યુનો સખ્ત અમલ કરવામાં આવનારો છે. આણંદ શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર તેમજ મહત્વના સ્થળો પર પોલીસ તૈનાત કરવામાં આવશે અને જો કોઈ કરફ્યુનો ભંગ કરી ફરતો જણાશે તો તેની વિરુદ્ધ કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે.

આણંદ શહેરમાં આજે રાત્રીના 8 વાગ્યાથી કરફ્યુનો અમલ કરાવવામાં આવશે. જેને લઈને રાત્રીના સાડા સાત વાગ્યાથી વેપારીઓને બજારમાં દુકાનો બંધ કરી 8 વાગ્યા પહેલા ઘરે પહોંચી જવું પડશે. 8 વાગ્યા બાદ જે કોઈ ઘરની બહાર માર્ગો પર ફરતો જણાશે તેની વિરુદ્ધ પોલીસ દ્વારા કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે. રાત્રીના કરફ્યુ દરમિયાન લોકો ઘરની બહાર નીકળે નહી તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવનાર છે. આ ડ્રોન કેમેરામાં જે કોઈ ઘરની બહાર માર્ગો પર ફરતા જણાશે તેની વિરુદ્ધ કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે રાત્રી બજારમાં ખાણી પીણીની લારીઓવાળા આજથી પોતાના ધંધા બંધ રાખશે. મોટાભાગે ખાવા પીવાના શોખીનો રાત્રીના 8 વાગ્યા બાદ જ બજારમાં ખાવા પીવા માટે નીકળતા હોય છે. અને 8 વાગ્યા બાદ કરફ્યુ હોય મોટાભાગના ખાણી પીણીના લારીવાળાએ આજથી પોતાના વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

પોલીસ તંત્ર દ્વારા રાત્રી કરફ્યુનો કડક અમલ કરવામાં આવશે. આ માટે પોલીસની જુદી જુદી ટીમો તૈનાત કરવામાં આવી છે. જે રાત્રીના 8 વાગ્યા બાદ શહેરના જાહેર માર્ગો પર પેટ્રોલીંગ કરશે. તેમજ શહેરના પ્રવેશવાના માર્ગો પર બંદોબસ્ત જાળવશે. રાત્રીના સુમારે બહારથી આવનારી કોઈપણ વ્યક્તિને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે.

આ બાબતે ડી.વાય.એસ.પી બી.ડી.જાડેજા સાથે સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આણંદ સાથે રહેણાંક અને વ્યાપાર વિસ્તાર કરમસદ અને વિદ્યાનગર શહેર પણ એકરૂપ થઈ થઈ ગયા છે. આણંદ કલેકટર દ્વારા કરમસદ અને વિદ્યાનગર માટે અલગથી જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જે કારણે કરમસદ અને વિદ્યાનગરમાં પણ રાત્રી કરફ્યુનું અમલીકરણ કરવામાં આવશે. આણંદ પોલીસ આ બાબતે કોઈ જ બાંધછોડ કરશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો