• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Crowds Clash After Election Results In Tarapur's Moraj Village, Mob Breaks Into Winning Candidate's House And Burns Grass Bridges

અથડામણ:તારાપુરનાં મોરજ ગામમાં ચૂંટણીનાં પરિણામ બાદ જૂથ અથડામણ, ટોળાએ વિજેતા ઉમેદવારના ઘરમાં ઘૂસી ઘાસના પુળા સળગાવ્યા

આણંદએક મહિનો પહેલા
  • મકાન અને બાઈકોમાં તોડફોડ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી

રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ક્યાંક ખુશી ક્યાંક ગમના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આણંદના તારાપુરનાં મોરજ ગામમાં ચૂંટણીનાં પરિણામ બાદ જૂથ અથડામણ થઇ હતી.

મોરજ ગામમાં ધાંધલ ધમાલને લઈ ભયનો માહોલ છવાયો છે. ટોળાએ વિજેતા ઉમેદવારના ઘરમાં ઘુસી તોડફોડ કરી હતી. ઘાસના પુળા સળગાવી, ઘરના સામાન અને ટુ વ્હિલરમાં ભારે તોડફોડ કરતાં તારાપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ જઇ મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...